સુરતની સ્કૂલમાં 12 સાયન્સમાં ભણતી વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ આવતા સ્કૂલ બંધ કરાઈ

www.mrreporter.in
Spread the love

સુરત- મી.રિપોર્ટર, ૮મી ડીસેમ્બર. 

દેશમાં કોરોના નો કહેર વધી રહ્યો છે. એમાય કોરોના ના નવા વેરીયન્ટ ઓમિક્રોન ને લઈને ભારે ફફડાટ લોકોમાં વ્યાપી ગયો છે. ગુજરાતમાં પણ તેનો પગ પેસરો થઇ રહ્યો છે. કોરોના ના ભય વચ્ચે સુરતની અડાજણમાં આવેલી સંસ્કાર ભારતી સ્કૂલમાં ધોરણ-12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં જ કોર્પોરેશન દ્વારા સ્કૂલને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

શહેરના અડાજણમાં આવેલી સંસ્કાર ભારતી સ્કૂલમાં ધોરણ-12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  આ ઘટના બાદ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ સ્કૂલની મુલાકાત  ગઈ હતી. જ્યાં  પોઝિટિવ વિદ્યાર્થિની ધોરણ-12 સાયન્સની હોવાથી ધોરણ-12 અને 11ના 100 વિદ્યાર્થીઓના કોરોના રેપિડ અને RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ તમામ વિદ્યાર્થીઓના રિપોર્ટ્સ નેગેટિવ આવ્યા છે. જોકે સલામતીના ભાગરૂપે તંત્રે બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. 

તો બીજીબાજુ સ્કૂલ દ્વારા એવી વિગતો આપવામાં આવી રહી છે કે વિદ્યાર્થિની રજા પર હતી તે દરમિયાન કોરોના થયો છે અને તે પછી વિદ્યાર્થિનીના વાલી દ્વારા સ્કૂલમાં જાણ કરવામાં આવી હતી. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.