શાળા સંચાલકો શાળા ના ખુલે ત્યાં સુધી ફી ના ઉઘરાવી શકે તેવા આદેશ સામે શાળા સંચાલકો નો વિરોધ

www.mrreporter.in

એજ્યુકેશન-મી.રિપોર્ટર, ૨૨મી જુલાઈ. 

રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે ખાનગી સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલવા ઉઘરાણીના વિવાદ વચ્ચે સરકારે સ્કૂલ ખુલતા સુધી ફી નહીં વસૂલવાનો ઠરાવ કર્યો છે. જેની સામે રાજ્ય શાળા સંચાલકો પૈકીના નોન ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળ અને અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે ૨૩મી જુલાઈ થી ઓનલાઈન શિક્ષણ નહિ આપવાની જાહેરાત કરી છે. જયારે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે સરકાર ના નિર્ણય નો વિરોધ તો કર્યો છે. પણ  ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણના નામે ફી ઉઘરાવવાના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે પણ સ્કુલ ફી મામલે વાલીઓને મોટી રાહત આપી છે. સ્કૂલો નહિ ખુલે ત્યાં સુધી શાળા સંચાલકો સ્કૂલ ફીની માંગણી નહિ કરી શકે. હાઇકોર્ટ કોરોનાના સંકટ વચ્ચે સ્કુલ સંચાલકો બેફામ ફી ઉઘરાવતા હતા જે સામે ફટકાર લગાવી છે. જ્યાં સુધી શાળા શરુ ન થાય ત્યાં સુધી ફી માટે શાળાઓ વાલીઓ ને દબાણ નહિ કરી શકે. હાઇકોર્ટે સ્કૂલો તરફથી ફી ભરવા પર દબાણ કરે તો ડીઈઓએ પગલાં લેવાના આદેશ આપ્યા છે. કોરોનાના કપરાકાળમાં વિદ્યાર્થીઓની ફી ભરવા સ્કૂલો દ્વારા દબાણ થતા જાહેરહિતની અરજી થઈ હતી. જેમાં આજે નિર્ણય લેવાયો છે.

જેમાં શિક્ષણ વિભાગ દ્વારા શાળા સંચાલકોને ફીની ઉઘરાણી ન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સરકારે  આ મામલે મહત્વનો ઠરાવ કરવામાં આવ્યો છે. રાજ્યના વિધાર્થીઓ અને વાલીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. શિક્ષણ વિભાગે પરિપત્ર પણ બહાર પાડ્યો છે. જેમાં વિધાર્થીઓની ઈતર પ્રવૃત્તિ સહિત ટ્યુશન ફી માટે લેવામાં આવતી ફી ના વસુલવી, જ્યાં સુધી શાળાઓ શરૂ ના થાય ત્યાં સુધી ટ્રાન્સપોર્ટ, ટ્યૂશન ફી પણ નહિ વસૂલી શકે. આ ઉપરાંત જો કોઈ વાલીએ ફી ભરી હોય તો શાળા શરૂ થાય તે શાળા સંચાલકોએ ફી સરભર કરવાની રહેશે, કોઈપણ શાળા ફી વધારો નહિ કરી શકે. 30 જૂન સુધી ફી ન ભરનાર વિધાર્થીઓને શાળા એલસી આપી શકશે નહીં.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.