નવી દિલ્હી, ૨૪મી નવેમ્બર, ધીરજ ઠાકોર
સોશિયલ મીડિયા નેટવર્કિંગ- વોટ્સએપ પર કોઈ અજાણી લીંક કે મેસેજ પર કિલક કરતા પહેલા હજાર વખત વિચારજો. કેમકે આજકાલ વોટ્સએપ પર બ્લેક ફ્રાય ડે સેલ અથવા બ્લેક ફ્રાય ડે કોન્ટેસ્ટના નામથી મેસેજ કે લીંક ફરતો થયો છે. આ લીંક દ્વારા હેકર્સ કિલક કરનારા યુઝર્સ છેતરપીંડીનો ભોગ બનાવી રહ્યા છે.
વોટ્સએપ પર બ્લેક ફ્રાય ડે સેલ નામથી એક કૌભાંડ ચાલી રહ્યું છે. વાયરલ કરવામાં આવેલા આ મેસેજથી ગ્રાહકોને સેલ દ્વારા ઈન્ટરનેશનલ બ્રાંડ પર 90 ટકાની છૂટ આપવાની વાત કરવામાં આવી છે. ત્યાર બાદ એક લીંક આપવામાં આવે છે અને ડિસ્કાઉન્ટ મેળવવા માટે ગ્રાહકે તે લીંક પર ક્લિક કરવાનું કહેવામાં આવે છે.
આ લિંક પર ક્લિક કરતાં યુઝર એક ફેંક એમેઝોન પેજ પર જતો રહે છે. જેના પર યુઝરનું ઈ-મેલ આઈડી અને બાકીની વિગત માગવામાં આવે છે. ત્યાર બાદ છેલ્લા પાને ક્રેડિટ/ડેબિટ કાર્ડની માહિતી માંગવામાં આવે છે. જો યુઝર તમામ પ્રકારની માહિતી આપી દે તો તેની સાથે નાણાંકીય છેતરપીંડી કરવામાં આવે છે. મોટાભાગના યુઝર્સ લાલચમાં અનેક રકમો ગુમાવી ચુક્યા છે.
બ્લેક ફ્રાય ડેનો દિવસ શોપિંગ ડિસ્કાઉન્ટ માટે જાણીતો છે. આ દિવસે કંપનીઓ પોતાના ઉત્પાદન પર વધુ ડિસ્કાઉન્ટ આપે છે. આ માટે ચીટિંગ કરનારાઓએ શુક્રવારનો દિવસ પસંદ કર્યો હતો. કોઈ બ્રાંડ ખરીદવા માટે તે બ્રાંડની સત્તાવાર સાઈટની મુલાકાત લેવામાં આવે તો આ છેતરપીંડીથી બચી શકાય છે.
ભારતમાં પણ આ ખોટી સ્કિમનો ગ્રાહકનો શિકાર થઈ શકે છે. દિવાળી દરમિયાન પણ એમેઝોન બિગ બિલિયન ડે નામથી એક સ્કિમનો મેસેજ વાઈરલ થયો હતો. જેમાં ઘરવખરીનો સામાન માત્ર રૂપિયા 10માં આપવાની વાત કરવમાં આવી હતી. આવી સ્કિમમાં ગ્રાહક પૂરી માહિતી આપે દે તો તમામ જરૂરી જાણકારી ચીટરો પાસે જતી રહે છે. જોકે, મોટા ભાગના યુઝરો આ પ્રકારના મેસેજ પર ધ્યાન આપતા નથી. તેમ છતાં કેટલાક લોકો તેના પર ક્લિક કરીને શિકાર થઈ જાય છે.