સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારનો CM રૂપાણીને પત્ર, હવે લોકડાઉન કે તેને અનુરૂપ કોઇ નિર્ણય લેવો ખુબ જ જરૂરી છે

www.mrreporter.in
Spread the love

રાજનીતિ-વડોદરા, મી.રિપોર્ટર, ૨૬મી એપ્રિલ.

વડોદરા શહેર અને જીલ્લામાં કોરોના નો વિસ્ફોટ થયો છે. રોજ નવા કેસો નોધાઇ રહ્યા છે, સામે બેડ અને ઓક્સિજનની કમી વર્તાઈ રહી છે. આવા સંજોગોમાં વડોદરા જિલ્લાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને ગ્રામ્ય વિસ્તારોની હોસ્પિટલોમાં ઓક્સિજન અને રેમડેસિવરનો જથ્થો પુરો પાડવાની માગ કરી છે અને વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારની હોસ્પિટલોને કેટેગરીમાં વહેંચીને ઓક્સિજન બંધ કર્યો છે, તે નિર્ણયને પરત ખેંચવાની માગ કરી છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

 

www.mrreporter.inCM રૂપાણીને લખલા પત્રમાં સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું છે કે, હાલની કોરોના મહામારીમાં ભાજપની કેન્દ્ર અને ગુજરાત સરકાર ખુબ જ મહત્વપૂર્ણ કામગીરી કરી રહી છે. હાલમાં હોસ્પિટલોમાં બેડ પણ ઓછા કરવાની ચર્ચાઓ ચાલી રહી છે. તો સરકાર તથા સેવાભાવી સંસ્થાઓ દ્વારા સાવલી અને ડેસર ખાતે ઓક્સિજન બેડ તૈયાર કરેલા છે. તથા બીજી તૈયારીઓ ચાલી રહી છે તેનું શુ? અને પહેલાથી જ ઓક્સિજન ગ્રામ્ય વિસ્તારોમાં ઓછો આપવામાં આવતો હતો. જો જથ્થો બંધ થશે તો દર્દીઓનું શું? આ બાબતે મારો સખત વિરોધ નોંધાવુ છું.

www.mrreporter.in

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપ ગુજરાત રાજ્યના સંવેદનશિલ મુખ્યમંત્રી છો, આ બાબતે ગંભીરતાપૂર્વક વિચારી નિર્ણય લો. વડોદરા શહેર-જિલ્લો મધ્યમાં આવેલ છે. જેના કારણે આસપાસના જિલ્લાના દર્દીઓને પણ અહીં લાવવામાં આવે છે, જેથી ભવિષ્યમાં આ નિર્ણયથી પરિસ્થિતિ ગંભીરથી અતિગંભીર થવા જઇ છે. ગ્રામ્ય સ્તરે આ મહામારીએ ધીમેધીમે પગપેસરો કરી દીધો છે. સામાજિક પ્રસંગો ને લીધે સંક્રમણનો ભય રહે છે. હવે લોકડાઉન અથવા તેને અનુરૂપ કોઇ નિર્ણય લેવો ખુબ જ જરૂરી છે, જેથી આ મહામારીની ચેઇન તોડી શકાય. વળી કોરોનાથી બીમાર થયેલા વ્યક્તિઓને રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવામાં ખુબ જ તકલીફ પડે છે.પોતાના ઘરના સભ્યને બચાવવા બ્લેકમાં વધારે પૈસા આપીને ઇન્જેક્શનો ખરીદે છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.