મિ.રિપોર્ટર, 17મી જૂન
ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ દુનિયાની સૌથી ફેમસ કોમ્યુનિકેશન પ્લેટફોર્મ છે. ભારત સહિત દુનિયાભરમાં આ એપ્લિકેશનને ખૂબ પસંદ કરવામાં આવે છે. ગત વર્ષે F8 ડેવલપર કોન્ફરન્સમાં ફેસબુકે જણાવ્યું હતું કે વોટ્સએપ યુઝર રોજ 65 બિલિયન મેસેજ મોકલે છે અને આ આંકડો વધી જ રહ્યો છે. વોટ્સએપ યુઝર્સ અનેકવાર કોઈ ખાસ મેસેજ સેવ કરવા ઈચ્છતા હોય તો યુઝર સ્ક્રિનશોટ લઈને મેસેજ સેવ કરે છે.
વોટ્સએપ મેસેન્જરમાં એવું ફીચર છે જેથી તમે કોઈપણ મેસેજને સ્ક્રિનશોટ પાડ્યા વગર જ સેવ કરી શકો છો અને પછી તે મેસેજને સરળતાથી એક્સેસ કરી શકો છો. આ ફીચર દ્વારા તમે ગ્રુપ ચેટ અથવા તો પ્રાઈવેટ ચેટને મેસેજ દ્વારા બુકમાર્ક કરી શકો છો. આ ફીચર એન્ડ્રોઈડ iOS અને વિન્ડોઝ યુઝર્સ માટે પણ છે.
- એન્ડ્રોઈડ યુઝર્સ માટે
- આ રીતે મેસેજ સેવ કરી શકે છે એન્ડ્રોઈડ યુઝર્સ
- સૌથી પહેલા પોતાનું વોટ્સએપ મેસેન્જર ખોલો
- જે ચેટને તમે એપમાં સેવ કરવા ઈચ્છતાં હોવ તેમાં જાઓ
- જે મેસેજને તમે બુકમાર્ક કરવા ઈચ્છતા હોવ તેને ટેપ કરો અને હોલ્ડ કરો
- હવે તમને સ્ક્રિનના ટોપ પર સ્ટાર આઈકન જોવા મળશે.
- આ સ્ટાર આઈકનને ટેપ કરીને મેસેજ સેવ કરો.
- iOS યુઝર્સ માટે
- આ રીતે મેસેજ સેવ કરી શકે છે એન્ડ્રોઈડ iOS યુઝર્સ
- વોટ્સએપ મેસેન્જર ખોલો
- જે ચેટને એપ સેવ કરવા ઈચ્છતાં હોવ તેમાં જાઓ
- જે મેસેજને તમે બુકમાર્ક કરવા ઈચ્છતાં હોવ તેના પર ટેપ કરો અને હોલ્ડ કરો.
- સ્ટાર આઈકન પર ટેપ કરીને હવે તમે મેસેજ સેવ કરો.