1લી એપ્રિલે શનિની રાશિ, કુંભમાંથી મીનમાં પ્રવેશ કરશે : બુધના પરિવર્તનથી કઈ રાશિના જાતકોને ફાયદો થશે ?

www.mrreporter.in
Spread the love

એસ્ટ્રો ગુરુ- મી.રિપોર્ટર, 1લી  એપ્રિલ. 

1લી  એપ્રિલના રોજ શનિની રાશિ,  કુંભ રાશિમાંથી પરિવર્તન કરીને રાશિ મીનમાં પ્રવેશ કરશે.  જે આગામી 15મી એપ્રિલ સુધી  મીન રાશિમાં જ  રહેશે, જેના લીધે બુધાદિત્ય યોગ બનશે.  આ યોગના લીધે 12 રાશિઓ પર તેની અસર થશે. મીન રાશિમાં બુધના પરિવર્તનથી કઈ રાશિના જાતકોને ફાયદો થશે ? આવો જાણીયે….

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

મેષ :  બુધ તમારી રાશિના દ્વાદશ ભાવ માં પ્રવેશ કરશે.  બુધનું તમારા બારમા સ્થાનમાં વિપરીત પરિણામો લાવશે.  સફળતામાં બ્રેક લાગશે. નોકરિયાત વર્ગને પોતાના સહકર્મચારી અથવા હાથ નીચે કામ કરતા વ્યક્તિ તરફથી દગો- કપટ મળી શકે છે.  આરોગ્ય બાબતે ખાસ ધ્યાન આપવાની જરુર છે. આર્થિક સંકટ વધુ ઘેરું બનશે. 

વૃષભ : બુધ તમારી રાશિના બીજા અને પાંચમા ઘરનો સ્વામી છે,  જેના લીધે  આર્થિક લાભ મળશે. જીવનમાં ઉપલબ્ધીઓ, બાઈ બહેન સાથેના સંબંધોમાં મીઠાશ અને ફાયદો મળશે. પારિવારિક જીવનની દ્રષ્ટીએ તમારા દરેક કાર્યમાં પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે.  નોકરિયાત વર્ગને ફાયદો થશે.  જ્યારે વેપારી વર્ગને નવા વેપારની તક મળશે. 

મિથુન : બુધનું મીન રાશિમાં ગોચર તમારી રાશિના 10મા ભાવમાં થશે. જેનાથી જીવનમાં ઘણા ફેરફાર જોવા મળશે. તેના કારણે સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. પરંતુ કાર્યક્ષેત્ર માટે આ ગોચર શુભ નથી. અસફળતાના ડરથી  તમે કાર્ય અધવચ્ચે જ છોડી દેશો.  માતાના સ્વાસ્થ અંગે વધુ સજાગ રહેવાની જરુર છે. મિલકત ખરીદવા અંગે વિચારી રહ્યા હોવ તો સવાધાનીથી આગળ વધો નુકસાની થવાનો ભય છે. 

કર્ક : બુધ ગ્રહ આ ગોચર દરમિયાન કર્ક રાશિમાં નવમા ભાવમાં પ્રવેશ કરશે. નવમા ભાવમાં બુધની હાજરી તમને શુભ ફળ આપશે. કાર્યક્ષેત્રે અને સમાજમાં સફળતા અપાવતો બુધ ગ્રહ,  પારિવારિક વિવાદ વધારી શકે છે.  વિવાદ ટાળવો. આરોગ્ય મામલે આ ગોચર તમારા માટે મધ્યમ રહેશે. 

સિંહ : સૂર્યના સ્વામિત્વની સિંહ રાશિમાં ગોચર દરમિયાન બુધ આઠમા સ્થાનમાં પ્રવેશ કરશે. કુંડળીમાં આ ભાવમાં બુધના ગોચરથી સિંહ રાશિના જાતકોને કેટલીક આર્થિક સમસ્યાઓ નડી શકે છે. વેપારી એ  મોટા રોકાણથી દૂર રહેવું. શેર બજાર સાથે સંકળાયેલા લોકોએ સાવચેત રહેવું.  વાણી અને વર્તન પર કાબૂ રાખવો.  તમારા ખર્ચમાં વધારો થશે. આરોગ્ય જીવનમાં પેટની કોઈપણ વિકૃતી કે  ત્વચાની એલર્જી પરેશાન કરી શકે છે.

કન્યા : તમારી રાશિના સ્વામી બુધનું આ ગોચર તમારી કુંડળીના સાતમા ઘરમાં થઈ રહ્યું છે. તમારા કાર્યક્ષેત્રમાં શ્રેષ્ઠ ફળ મળશે. આ સમયે તમારી મહેનતને કારણે તમને વૃદ્ધિ અને પદોન્નતિ મળવાની તક મળશે. ઘણાં નફાકારક સોદા અને સારા ભાગીદારો મેળવવામાં મદદ કરશે.  જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત થશે. આરોગ્ય જીવન અંગે સવાધાની રાખવાની જરુર છે.

www.mrreporter.in

તુલા : બુધનું આ ગોચર તમારી રાશિના છઠ્ઠા ભાવમાં થઈ રહ્યું છે. જે તમારા માટે વેદનાની સ્થિતિ દર્શાવે છે. આ સ્થિતિમાં કામકાજમાં સફળતા મેળવવા માટે તમારે વધારે મહેનત કરવી પડશે. સખ્ત મહેનત પછી પણ ઓછી સફળતા મળે. મતભેદો અને વિવાદોથી દૂર રહો.  પોતાની જાત પર કાબૂ રાખો. આર્થિક તંગીનો અનુભવ થશે.  આરોગ્યની દ્રષ્ટીએ તમારે ખરાબ ખાવાની ટેવની કાળજી લેવાની જરુર છે.

વૃશ્ચિક :  બુધ તમારી રાશિના પાંચમા ભાવમાં પ્રવેશ કરશે. જ્યાં તે નીચની રાશિનો બનતો હોવાથી શેરબજાર, વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે પ્રતિકૂળ બનશે.  જોકે નોકરિયાત વર્ગ માટે આ સમય મુશ્કેલીવાળો રહેશે. પરિવારમાં વિવાદ ઉદ્ભવી શકે છે. જીવનસાથી તમારી લાગણી ન સમજી રહ્યા હોય તેવો અનુભવ થશે.  આરોગ્યની દ્રષ્ટીએ સાવચેતી રાખવાનો છે.

ધન : ધન રાશિના જાતકો માટે બુધનું આ ગોચર ચોથા ઘરમાં રહેશે. કુંડળીમાં આ ભાવને આનંદ અને સુખનો ભાવ કહેવાય છે. તમારા જીવનસાથીના જીવનમાં સફળતા અપાવશે.  પ્રમોશન મળે તેવી શક્યતા. જોકે જીવનસાથે સાથેના પારિવારિક સંબંધોમાં તણાવ આવી આવે તેવા સંકેતો દેખાય છે. નાની નાની વાતે વિવાદ કરવાનું ટાળો. વેપારી વર્ગ માટે પણ આ સમયગાળો શુભ સાબિત થશે. નાના રોકાણમાં વેપારી વર્ગને મોટો ફાયદો થશે. શારીરિક પ્રવૃત્તિઓ  પ્રત્યે આળસ જીવનશૈલી પર અસર કરી શકે છે.

મકર : બુધનું આ ગોચર મકર રાશિમાં ત્રીજા ભાવમાં થવા જઈ રહ્યું છે. જેનાથી તમારે ખર્ચા બાબતે ખૂબ જ કાળજી રાખવાની જરુર છે.  વાણી પર પણ ધ્યાન રાખવાની જરુર છે. ભાઈ બહેન પ્રત્યે વધુ કાળજી અને ધ્યાન આપવાની જરુર રહેશે. વેપારી વર્ગે નવા વેપાર કરવાથી બચવું જોઈએ. આરોગ્યની બાબતે આ સમયગાળો મકર રાશિના જાતકો માટે ચઢાવ ઉતારવાળો રહેશે. 

કુંભ : કુંભ રાશિમાં બુધનું આ ગોચર બીજા ભાવમાં થવા જઈ રહ્યું છે.  શુભ અવસર પ્રાત થવાના યોગ  હોઈ તમારી સંપત્તિમાં વધારો થશે. કળાના ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તેમના માટે આ સમયગાળો ચોક્કસપણ મોટા લાભનો છે. આર્થિક જીવનમાં ઉથલ પાથલ મચી શકે છે.  વાણીનો સંયમ પૂર્વક ઉપયોગ કરવાથી તમારી સફળતા વધી શકે છે. આરોગ્યની બાબતે ખાવાપીવા પર ધ્યાન આપવું.

મીન : બુધનું આ ગોચર તમારી રાશિના પ્રથમ ભાવમાં થઈ રહ્યું છે. આ સ્થાન કુંડળીમાં તનુ ભાવ કહેવાય છે. જેમાં બુધના ગોચરથી આ સમય દરમિયાન તમારી સર્જનાત્મક્તા ખીલશે. તમારા જીવન સાથીને પણ તેમના કામકાજના સ્થળે સફળતા મળશે. જેની સાથે તમે બંને કારકિર્દીમાં વધુ પ્રગતિ તરફ આગળ વધશો. વેપારી વર્ગ વેપારનો વિસ્તાર કરી શકશે.  પ્રેમ સંબંધોમાં અને લગ્ન જીવનમાં પાર્ટનર સાથે મધુર સંવાદ રાખો. આરોગ્ય મામલે  સમય શુભ બની રહેશે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.