મિ.રિપોર્ટર, ૨૨મી નવેમ્બર.
શીખ ધર્મના પ્રથમ ગુરુ નાનક દેવના ૫૫૦ મા જન્મ દિવસ નિમિત્તે “એક નૂર તે સબ જગ ઉપજ્યા કૌન ભલે કો મંદે” શીર્ષક હેઠળ “સર્વધર્મ સંમેલન”નું આયોજન સંત બાબા લખા સિંઘજીના અધ્યક્ષપદે વડોદરામાં નવલખી ગ્રાઉન્ડ, અકોટા ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં સર્વધર્મ સમભાવ અને રાષ્ટ્રપ્રેમને સર્વોપરીતા આપવાનો સંદેશો પાઠવામાં આવ્યો હતો.
આ સર્વધર્મ સંમેલનમાં વિશ્વ ધર્મ સંસદના એમ્બેસેડર ડૉ જયેશભાઈ શાહ, સુન્ની મુસ્લિમ સમાજમાંથી જમાતે ઉલેમા ગુજરાતના પ્રમુખ મૌલાના રફીક બડોદવી, ખાનકાહે રિફાઈયાના સુફી સંત શ્રી કમાલુદ્દીન રિફાઈ સાહેબ, અલવી વોહરા સમાજના સૈયદના સાહેબના પરિવારના ડૉ. ઝુલ્કારનૈન ભાઈસાહેબ, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના આચાર્યશ્રી, ઇસ્કોન – વડોદરાના બાસુ ઘોષ દાસજી, સ્વામીનારાયણ સંપ્રદાયના મહન્ત સ્વામી જગતપાવનદાસજી, પારસી ધર્મમાંથી અગિયારીના ધર્મગુરુઓ સાથે નિકીતન કોન્ટ્રક્ટર, ખ્રિસ્તી ધર્મમાંથી સિસ્ટર નિર્મલા પૌલ, બૌદ્ધ ધર્મમાંથી ભિક્ષુ બદ્દીયા, શીખ ધર્મમાંથી નાનકવાડી ગુરુદ્વારાના ગ્રંથી સાહેબ સાથે ગુરુદયાળસિંહજી
ભવ્ય ભારત ફાઉન્ડેશનના યુવા પ્રતિનિધિ રંગમ્ ત્રિવેદી ઉપસ્થિત રહીને “એક નૂર તે સબ જગ ઉપજ્યા કૌન ભલે કો મંદે” વિષય હેઠળ પોતપોતાનો ધર્મ અને સંપ્રદાય સર્વ ધર્મના સમન્વયમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે તે અંગે પ્રવચનો આપ્યા હતા.