વડોદરાના અણખોલ ગામમાં 60 કરોડના ખર્ચે સરદાર ધામ બનાવવામાં આવશે, 12 જાન્યુઆરીએ ભૂમિપૂજન કરાશે

Sardar Dham will be built in Ankhol village of Vadodara at a cost of Rs 60 crore, land will be demolished on January 12
Spread the love

ભૂમિપૂજનમાં મધ્ય ગુજરાતના 8 જિલ્લાના પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે

બિઝનેશ- વડોદરા, મિ.રિપોર્ટર, ૧૦મી જાન્યુઆરી.

વડોદરા નજીક આવેલા અણખોલ ગામ ખાતે સરદાર ધામ બનાવવામાં આવશે. રૂપિયા 60 કરોડના ખર્ચે બનનાર સરદાર ધામનું ભૂમિપૂજન તા.12 જાન્યુઆરીના રોજ સવારે 9 કલાકે રાખવામાં આવેલ છે. આ ભૂમિપૂજનમાં મધ્ય ગુજરાતના 8 જિલ્લાના પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

સરદાર ધામ પબ્લિક ટ્રસ્ટના અગ્રણી એચ.એસ. પટેલે જણાવ્યું હતું કે, મધ્ય ગુજરાત પાટીદાર સમાજના મળેલા સંમેલનમાં વડોદરામાં સરદાર ધામ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. અણખોલ ખાતે 5 લાખ ચોરસ ફૂટ જમીનમાં બનનાર સરદાર ધામમાં 500 છોકરીઓ અને 500 છોકરાઓ માટે છાત્રાલય, સિવીલ સર્વિસ અને સ્કીલ ડેવલપમેન્ટ તાલિમ કેન્દ્ર, ઉદ્યોગ સાહસિકતા તેમજ બિઝનેશ સેન્ટર, મલ્ટીપરપઝ હોલ તેમજ સરદાર પટેલની પ્રતિમા બનાવવામાં આવશે. આ સરદાર ધામ તૈયાર ન થાય ત્યાં સુધી કારેલીબાગ જીવન ભારતી વિદ્યાલય સંકુલમાં સિવિલ સર્વિસ કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અણખોલ ગામ ખાતે બનનાર સરદાર ધામ પાટીદાર સમાજ તથા ઉપરાંત અન્ય સમાજ માટે ઉદાહરણ સ્વરૂપ રહેશે. પાટીદાર સમાજનો વિકાસ થાય તે માટે સમાજના છેવાડાના કુટુંબ એટલેકે જરૂરીયાતમંદ કુટુંબોનો પણ વિકાસ થાય તેને ધ્યાનમાં રાખી સરદારધામના મિશન અને વિઝન અંતર્ગત મુખ્ય પાંચ લક્ષ્યાંકો છે. જેમાં સમાજનું વૈશ્વિક જોડાણ, પગદંડીથી મહામુકામ તરફ પ્રયાણ, સમાજસેતુ યોજના, અતિથી ભવન અને ઉજ્વળ ભવિષ્ય યોજના હેઠળ સિવિલ સર્વિસ તાલિમ કેન્દ્ર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સરદારધામ દ્વારા સરદારધામ ભવનનું નિર્માણ વૈષ્ણોદેવી સર્કલ, એસ.પી.રીંગ રોડની બાજુમાં, અમદાવાદ ખાતે 75 લાખ ચો.ફૂટના બાંધકામ સાથે 175 કરોડના ખર્ચે પૂર્ણ થયેલ છે અને હાલ ફિનિશીંગની કામગીરી ચાલુ છે અને જૂન-2020થી સરદારધામ પૂર્ણ કક્ષાએ કાર્યાન્વિત થશે.  સરદારધામ દ્વારા સબંધિત પ્રાદેશિક યુનિટ દ્વારા GPBS – 2022માં સુરત તેમજ GPBS – 2024માં રાજકોટ ખાતે યોજવાની જાહેરાત કરેલ છે.