ભાવનગર-બોટાદ, મી.રિપોર્ટર, ૩૦મી ડીસેમ્બર. 

વિશ્વ પ્રખ્યાત સારંગપુરના કષ્ટભંજન હનુમાનજીને વાર-તહેવાર અને પ્રસંગોપાત અવનવા વાઘા પહેરાવાય છે. જેમાં હાલમાં શિયાળામાં પડતી કડકડતી ઠંડીને ધ્યાનમાં લઈને  ગરમ મખમલી વાઘા પહેરાવાયા છે. જોકે તેમના આ  ગરમ મખમલી વાઘાને કથિત સાંતાક્લોઝના વસ્ત્રો પહેરાવ્યા હોવાનો દાવો કરીને અજાણ્યા લોકોએ વોટ્સએપ પર વાઈરલ કરીને મંદિર માટે વિવાદ ઉભો કરવાની કોશિશ કરી છે. એમાય હનુમાનજીના વાઘાને લઈને હિન્દુવાદી સંગઠનોનો વિરોધ કર્યો હતો. તેને  દૂર કરવા માટે માંગ કરી હતી. આ સમગ્ર વિવાદને મિ. રિપોર્ટર ન્યુઝની ટીમ પણ સમર્થન કરતી નથી. 

હનુમાનજીને પહેરાવેલા  મખમલી વાઘા કોણે મોકલ્યા ? 

હનુમાનજીને પહેરાવેલા  મખમલી વાઘા અંગે ઉભા થયેલા કથિત વિવાદ અંગે સાળંગપુર મંદિર કોઠારી વિવેકસાગર સ્વામીએ જણાવ્યું હતું કે, આ ગરમ વાઘા છે. જે શિયાળામાં ભગવાનને અર્પણ કરવામાં આવતા હોય છે. અત્યારે ધર્નુમાસ ચાલી રહ્યો છે. ધનુર્માસ નિમિત્તે ઠાકોરજી સવારે વહેલાં ભણવાં જતા હોય છે. એટલે દરરોજ અલગ-અલગ કલરના વાઘા પહેરાવવામાં આવે છે. આ વાઘા ધરમભાઈ કરીને એક હરિભક્ત છે. જે અમેરિકામાં રહે છે. તેમણે  ત્યાંથી ગરમ વાઘા બનાવીને મોકલાવ્યા છે. દાદાને વાઘા દિવસમાં બે વખત બદલવામાં આવે છે. ઘણાં બધા ભક્તો દાદાને વાઘા અર્પણ કરે છે. કડકડતો શિયાળો ચાલી રહ્યો છે ત્યારે ભગવાનને પણ ઠંડી લાગે નહીં એટલા માટે મંદિર દ્વારા હનુમાનજીને લાલ રંગના ગરમ વસ્ત્રો પહેરાવાયા છે. તેમાં ટોપી સામેલ છે. વસ્ત્રોના કિનારી પર સફેદ રંગની બોર્ડર છે. જેને સાંકળીને લોકો સાંતાક્લોઝ ગણાવી રહ્યા છે. તે તદ્દન ખોટું છે. 

 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: