મિ.રિપોર્ટર, ૮મી ડિસેમ્બર.
સારા અલી ખાનની ફિલ્મો ‘સિંબા’ અને કેદારનાથ’ રીલીઝ થઇ રહી છે. જેમાં કેદારનાથ તો ૭મીના રોજ રીલીઝ પણ થઇ ગઈ છે. આ બંને ફિલ્મો hit થાય તેવી પ્રાર્થના કરતી સારા અલી ખાને તાજેતરમાં જ કરણ જોહરના ટોક શૉ કોફી વીથ કરણમાં પોતે રણવીર કપૂર સાથ લગ્ન અને કાર્તિક આર્યન સાથે ડેટ કરવા માગે છે તેવો એકરાર કર્યો છે. આ નિવેદન બાદ સારા ઘણી ચર્ચામાં આવી છે. તો બીજીબાજુ ફિલ્મ ‘કેદારનાથ’ અને ‘સિંબા’ ના પ્રમોશનલ ઈન્ટરવ્યૂ વખતે કાર્તિક અંગે સવાલ કરવામાં આવ્યા જેમાં તેણે દિલ ખોલીને જવાબ આપ્યા હતા.
સારાએ એક ઇન્ટરવ્યુમાં કાર્તિક આર્યન સાથે ડેટ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.પરતું, આ મુદ્દે કાર્તિક તરફથી કોઈ પ્રકારનો પ્રત્યુત્તર આવ્યો નથી. મીડિયા સામેના સવાલ સામે સારાએ કહ્યું હતું કે, બધા સવાલ મને કરવામાં આવ્યા થોડા સવાલ કાર્તિકને પણ કરો, મેં ઘણી વાર વાત કરી છે. પણ હવે મારી ઈજ્જતનાં કાંકરા થઈ રહ્યા છે. કાર્તિક તરફથી કોઈ જવાબ મળતા નથી એમાં હું શું કરી શકું? એક છોકરી તરીકે હું વધારે કંઈ ન કહી શકું, બસ મારે કાર્તિક સાથે ડેટ કરવી છે. અત્યાર સુધી કાર્તિક તરફથી કોઈ જવાબ આવ્યો નથી.