સલમાન ખાન પર ફરી લટકી તલવાર, થઇ શકે છે ૭ વર્ષની જેલ.જાણો કેમ.

Spread the love

મિ.રિપોર્ટર, ૨૬મી ઓક્ટોબર.

૧૯ વર્ષથી બોલીવુડ સુપર સ્ટાર સલમાન ખાન ઉપર કાળિયાર શિકારનો કેસ ચાલી રહ્યો છે. ગુરુવારે સલમાન ખન સામે કોર્ટમાં ગુમરાહ કરવાના મામલે સુનાવણી કરવામાં આવી. સીજેએમ ગ્રામીણ કોર્ટે સુનાવણી માટે ૨૯ નવેમ્બરની તારીખ નક્કી કરી છે. સલમાન ખાન પર આરોપ છે કે તેણે કોર્ટમાં હાજર ન રહેવા માટે જે કારણો આપ્યાં છે તે ખોટા છે.

જો કોર્ટમાં ગેરમાર્ગે દોરવાની વાત સાચી નીકળે તો સલમાન ખાનને ૭ વર્ષની જેલ થઇ શકે છે. સાથે જ દંડ પણ ફટકારવામાં આવી શકે છે. જણાવી દઇએ કે સલમાને કોર્ટમાં અરજી કરીને જણાવ્યું હતું કે મારી તબિયત સારી નથી અને કાનમાં અસહ્ય દુખાવો થઇ રહ્યો છે તેથી હું સુનાવણીમાં હાજર નહી રહી શકું