બોલીવુડ-મિ.રિપોર્ટર, ૬ જૂન

બોલિવૂડના દબંગ કહેવાતા એક્ટર સલમાન ખાનની ફિલ્મ ભારતે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. ઈદના દિવસે રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા દિવસે સૌથી વધારે કમાણી કરી છે. ઈદ અને સલમાન ખાનનો કોમ્બો હંમેશાથી જ ફાયદાનો સોદો રહ્યો છે. ફિલ્મ કેવી પણ હોય પરંતુ સલમાન ખાનની ડિમાન્ડ ઈદ પર સૌથી વધારે રહે છે.

આ ફિલ્મે પહેલા દિવસે 42.30 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ કમાણી સલમાન ખાનની ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો’ (40.35 કરોડ), ‘સુલતાન’ (36.54 કરોડ) અને ‘ટાઈગર ઝિંદા હૈ’ (34.10 કરોડ) ફિલ્મથી પહેલા દિવસે વધારે કમાણી કરી છે. ફિલ્મ 2019ની ઓપનિંગ ડે પર સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.

ફિલ્મને લઈને દર્શકોમાં હજુપણ જબરજસ્ત ક્રેજ છે. ફિલ્મમાં સલમાનના સામે કેટરિના કૈફ જોવા મળશે. આ ઉપરાંત દિશા પટણી, સુનિલ ગ્રોવર, જેકી શ્રોફ જેવા સ્ટાર્સ પણ ફિલ્મમાં મુખ્ય પાત્રમાં જોવા મળશે. ફિલ્મમાં 1947થી 2010 સુધીની સ્ટોરી બતાવાઈ છે. જેમાં સલમાનના 5 અલગ-અલગ લૂક છે.

2019માં રિલીઝ થયેલી અન્ય ફિલ્મોની વાત કરીએ તો 21.60 કરોડ સાથે કલંક સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ હતી. બીજા નંબરે અક્ષય કુમારની કેસરી હતી જેણે 21.06 કરોડ કમાણી કરી હતી. આ બાદ 19.40 કરોડ સાથે રણવીર સિંહની ગલી બોય, 16.50 કરોડ સાથે અજય દેવગણની ટોટલ ધમાલ ફિલ્મ રહી હતી.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: