મિ.રિપોર્ટર, ૨૬મી ઓક્ટોબર.
બોલીવુડમાં હિટ સંગીત આપનારા અને પોતાની બેબાક રાય માટે જાણીતા સંગીતકાર અનુ માલિક પણ#MeToo કેમ્પેઈન હેઠળ જાતીય સતામણીના કેસમાં ફસાયા છે. ૨૦૦૪થી’ઇન્ડિયન આઈડોલ’ શોમાં સતતજજ રહેનાર અનુ મલિક પર ચાર સિંગરોએ #MeTooના આરોપો લગાવાતા ચેનલે તેને હાંકી કાઢ્યા છે.જયારે સોની ચેનલેઅનુ મલિકની જગ્યાએ સલીમ સુલેમાનને ત્રીજા જજ તરીકે લીધો છે.
થોડા દિવસ અગાઉ#MeToo કેમ્પેઈન હેઠળશ્વેતા પંડિત તથા સોના મહાપાત્રા બાદ અન્ય બે સિંગરે મ્યૂઝિક કમ્પોઝર અનુ મલિક પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. આ જ કારણથી અનુ મલિકને ‘ઈન્ડિયન આઈડોલ’માંથી બહાર હાંકી કાઢવામાં આવ્યો છે. એમાંયઈન્ડિયન આઈડોલ’માં એક સિંગર વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીથી આ શોમાં એન્ટર થવાની હતી પરંતુ તેણે ના પાડી દીધી હતી. તેણે એટલા માટે ના પાડી હતી કે સાત વર્ષ પહેલાં અનુ મલિકે તેનું જાતીય સતામણી કર્યું હતું.