અમદાવાદની કંપનીની વેબસાઈટ પર FAVIMAX 400 તથા FAVIMAX 200 Tablets ના વેચાણની જાહેરાત, ફૂડ ને ડ્રગ વિભાગના દરોડા

www.mrreporter.in
Spread the love

સાત લાખ પચાસ હજાર રૂપિયાની કિંમતની ૫૮૫૦ ટેબલેટનો જથ્થો ઝડપાયો

હેલ્થ- અમદાવાદ, મી.રિપોર્ટર, ૩૧મી મે. 

કોરોનાની અત્યંત ઉપયોગી Favipiravir ઘટક ધરાવતી દવાની વિવિધ જાહેરાતો વેબસાઇટ ઉપર દર્શાવવામાં આવ્યા બાદ તે દવા ના સંદર્ભમાં બજારમાં ખુલ્લેઆમ વેચાઈ રહેલી બનાવટી દવા અને બનાવટી ઉત્પાદક સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજય વ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડા દરમિયાન  આશરે સાત લાખ પચાસ હજાર રૂપિયાની કિંમતની ૫૮૫૦ ટેબલેટનો જથ્થો ખોરાક અને ઔષધ નિયમન તંત્રે પડકી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

દરોડાની કામગીરી બાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ડૉ.એચ.જી.કોશિયા એ હતું કે , કોરોનાની મહામારીમા માનવજીદંગી બચાવવા માટે વપરાતી એંટીવાયરલ ટેબલેટ ડોક્ટર દ્વારા દર્દીઓને પ્રીસ્ક્રાઈબ કરવામા આવે છે. જે દવાને મે. મેક્સ રિલીફ હેલ્થકેર, સોલોન, હિમાચલ પ્રદેશની બનાવટી કંપની દ્વારા ગ્વાલિયર (ઉત્તરપદેશ) સ્થિત દવાની પેઢીમાંથી સુદીપ મુખર્ર્જી નામના ઈસમ મારફતે FAVIMAX 400 તથા FAVIMAX 200  Tablets નું ગુજરાત ખાતે મે. મેડીટેબ વર્લ્ડવાઇડ, કાંદીવલી-ઇસ્ટ, મુંબઈ દ્વારા કુલ સાત પેઢીઓને ૧) ઓનકોવ ઓરેંજ ફાર્મા, રાજકોટ, ૨) જલીયાણ ફાર્મા. રાજકોટ, ૩) ક્રિષ્નમ ફાર્મા, એલીસબ્રિજ, અમદાવાદ, ૪) કિવોન્યક્ષ હેલ્થકેર, ચાંગોદર, અમદાવાદ, ૫) જ્યોત આર્મા, ભાવનગર, ૬) રન મેડવે ફાર્મા, સુરત, ૭) સંસ્કૃતિ ફાર્મા, સુરત પેઢીઓને વેચાણ કરેલ તેમજ ગુજરાત ખાતે સીધુ મે. આર્મેડ ફોર્મ્યુલેશન, સેટેલાઇટ, અમદાવાદ ખાતે સીધુ વેચાણ કરતા હોવાનું અને મે. આર્મેડ ફોર્મ્યુલેશનએ પણ વેબસાઇટ ઉપર જાહેરાત કરતી અન્ય અમદાવાદની કંપની મે. આર.બી.રેમેડીઝ પ્રા. લી., મટોડા, અમદાવાદ અને મે. એનીસમ લાઇફસાયન્સ, મટોડા, અમદાવાદની પેઢીને નકલી દવા વેચાણ કરતા ઝડપી પાડવામાં આવ્યુ છે.

મે. મેક્સ રિલીફ હેલ્થકેર, સોલોન, હિમાચલ પ્રદેશ ખાતે દવાના ઉત્પાદનના કોઈ પણ પ્રકારના પરવાના  ધરાવતી નથી આવા નામની કોઇ કંપની જ હયાત નથી તેમ છતાં આ નકલી કંપની દ્વારા DCG(I) New Delhi ના નામના બનાવટી પ્રોડક્ટ લાયન્સ, બોગસ ડ્બલ્યુ એચ.ઓ. જી.એમ.પી સર્ટીફીકેટ  (WHO-GMP Certificate ) અને મે. કોવેલેન્‍ટ હેલ્થકેર, કોલકત્તા, વેસ્ટ બંગાળના નકલી નામે માર્કેટીંગ કરતા હોવાનું પણ તપાસ દરમ્યાન ધ્યાને આવેલ છે.

અમદાવાદની પેઢીએ તેઓની ગુગલ વેબસાઈટ પર FAVIMAX 400 તથા FAVIMAX 200  Tablets ના વેચાણ ની જાહેરાત આ તંત્રના કાબેલ અધિકારીઓના ધ્યાને આવતા સમગ્ર પ્રકરણનો પ્રર્દાફાશ થયેલ અને દરોડાની કામગીરી સાંજથી લઈ બીજા દિવસ સવાર સુધી કરવામાં આવેલ. સમગ્ર દરોડા દરમિયાન  આશરે સાત લાખ પચાસ હજાર રૂપિયાની કિંમતની ૫૮૫૦ ટેબલેટનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે અને પકડાયેલ દવાઓમાંથી ઔષધ નિરીક્ષક દ્વારા ચકાસણી અર્થે કાયદેસરના નમુના લઈ ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, વડોદરા ખાતે મોકલવામાં આવ્યો છે તથા બાકીનો જથ્થો કાયદેસરની કાર્યવાહી અર્થે જપ્ત કરવામાં આવેલ છે અને વધુ તપાસ ચાલુ છે.

તેમણે ઉમેર્યુ કે,આ કામમાં સંડોવાયેલ તમામ વ્યકિતઓ સામે ઔષધ અને સૌદર્ય પ્રસાધન ધારાની જોગવાઈ મુજ્બ કડક કાર્યવાહી આ તંત્રના ઔષધ નિરીક્ષકો દ્વારા ચાલુ કરી છે અને પકડાયેલ વ્યકિતઓ સામે કાયદેસરની કડકમા કડક કાર્યવાહી આદેશો જારી કરાયા છે. આ દરોડા મા ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ગાંધીનગરની ટીમ તેમજ અમદાવાદ, રાજકોટ, સુરત અને ભાવનગરના ઔષધ નિરીક્ષકોની ટીમ દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરવામાં આવી છે.આવા ગુનાહીત માનસ ધરાવતા તેમજ ટૂંકાગાળામાં પૈસાદાર થવા ઈચ્છતા તથા કોરોના મહામારીનો લાભ લઈ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ ઈસમોમાં ફફડાટ ફેલાઈ ગયો છે તેમ તેમણે ઉમેર્યુ છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.