સાજીદ ખાને જિયા ખાનને ટોપ તથા બ્રા ઉતારવાનું કહીને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કર્યું, બહેનનો ઘટસ્ફોટ

www.mrreporter.in
Spread the love

મુંબઈ – મી.રિપોર્ટ, ૧૮મી જાન્યુઆરી.

બોલીવુડની હોટ હિરોઈન રહેલી દિવંગત જિયા ખાનના જીવન પર બનેલી ડોક્યુમેન્ટ્રી ‘ડેથ ઈન બોલિવૂડ’ હાલમાં ઈંગ્લેન્ડમાં રિલીઝ કરવામાં આવી  છે. આ ડોક્યુમેન્ટ્રીના બીજા એપિસોડમાં જિયાની બહેન કરિશ્માએ ડિરેક્ટર સાજીદ ખાન પર જિયાનું સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કરવાનો આક્ષેપ મૂક્યો છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

ડોક્યુમેન્ટ્રીની એક વીડિયો ક્લિપમાં કરિશ્મા કહે છે, ‘રિહર્સલ ચાલતું હતું. જિયા સ્ક્રિપ્ટ વાંચતી હતી અને  સાજીદ ખાને  તેને ટોપ તથા બ્રા ઉતારવાનું કહ્યું હતું. તેને ખબર નહોતી પડતી કે તે શું કરે. જિયા એવું કહ્યું હતું કે હજી તો ફિલ્મ શરૂ પણ નથી થઈ અને આ બધું થઈ રહ્યું છે. પછી તે ઘરે આવી હતી અને બહુ જ રડી હતી.

કરિશ્માએ સાજીદ ખાન પર ગંભીર આરોપ મુકતા કહ્યું હતું કે, ‘જિયાએ મને કહ્યું હતું, ‘મેં કરાર કરેલો છે અને જો હું ફિલ્મમાં કામ કરવાની ના પાડું છું તો તે મારી પર કેસ કરશે. મને બદનામ કરશે. જો હું ફિલ્મ કરીશ તો મારું સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થશે. દરેક સ્થિતિમાં મારે તો કંઈક ગુમાવવાનું છે.’ આથી તેણે આ ફિલ્મ કરી હતી.’

કરિશ્માએ પોતાની આપવીતી પણ શૅર કરી હતી. તેણે કહ્યું હતું કે સાજીદે તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે જિયાએ તેને બચાવી હતી. કરિશ્માએ કહ્યું હતું, ‘મને યાદ છે કે હું મોટી બહેન સાથે સાજીદના ઘરે ગઈ હતી. તે સમયે મારી ઉંમર માંડ 16 વર્ષની હતી. મેં સ્ટ્રેપી ટોપ પહેર્યું હતું અને કિચન ટેબલ પર બેઠી હતી.

સાજીદ મારી સામે ધારી ધારીને જોતો હતો અને કહ્યું હતું, ‘તે સેક્સ ઈચ્છે છે.’ તરત જ મારી બહેન જિયા મારા બચાવમાં આવી અને બોલી, ‘ના, તું શું વાતો કરે છે? સામે જવાબ આપતા તેણે કહ્યું, ‘જો તો ખરા, તે કેવી રીતે બેઠી છે.’ તો મારી બહેને કહ્યું, ‘ના, તે માસૂમ છે. હજી નાની છે. તેને ખબર નથી કે તે શું ઈચ્છે છે.’ ત્યારબાદ અમે તરત જ ત્યાંથી જતાં રહ્યાં હતાં.’

 ભારતમાં #MeToo અભિયાનની શરૂઆત થઈ ત્યારે અનેક મહિલાઓએ સાજીદ ખાન પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટના આક્ષેપ મૂક્યા હતા, જેમાં એક્ટ્રેસ સલોની ચોપરા, રાચેલ વ્હાઈટ, અહાના કુમરા, મંદાના કરીમી, મોડલ પાઉલા તથા એક પત્રકાર સામેલ હતી. આક્ષેપો બાદ સાજીદને ‘હાઉસફુલ’ની ચોથી ફ્રેન્ચાઈઝીમાંથી ડિરેક્ટર તરીકે હટાવી લેવામાં આવ્યો હતો.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.