રેગ્યુલર સેક્સ લાઈફ એક્ટિવ હોવાની આશા સૈફ રાખતો નથી, પ્રેગ્નેન્સીમાં પતિ દૂર રહેતો હતો : કરીના કપૂર ખાન

www.mrreporter.in
Spread the love

બોલીવુડ- મી.રિપોર્ટર, ૧૦મી ઓગસ્ટ.

તૈમુર બાદ બીજા પુત્ર ને જન્મ આપ્યા બાદ પ્રથમ વાર જ જાહેર મંચ પર જોવા મળી હતી.  તાજેતરમાં જ કરીના કપૂરે  પોતાના બેસ્ટ ફ્રેન્ડ અને ફિલ્મમેકર કરણ જોહરની સાથે પોતાનું પુસ્તક લોન્ચ કર્યું હતું. જ્યાં તેણે પ્રેગ્નેન્સીના દિવસો વિશે વાત કરી હતી. કરણ જોહર સાથે વાતચીત કરતાં કરીના કપૂરે ખુલાસો કર્યો કે, પ્રેગ્નેન્સી દરમિયાન તે શારીરિક સંબંધથી દૂર રહેતી હતી અને તેનો પતિ સૈફ અલી ખાન આ વાતનો સમજતો હતો અને સપોર્ટ પણ કરતો હતો.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

આ વિશે વાત કરતાં કરીનાએ ખુલાસો કર્યો કે, પ્રેગ્નેન્સી દરમિયાન એક મહિલા ઘણા બધા મૂડ સ્વિંગ અને લાગણીઓમાંથી પસાર થાય છે. છ-સાત મહિના બાદ જ્યારે તેને થાકનો અનુભવ થતો હતો. એક સપોર્ટ કરનાર વ્યક્તિનું હોવું ખૂબ મહત્વપૂર્ણ છે, જે પોતાની પત્ની પર સુંદર દેખાવા માટેનું દબાણ નથી કરતો અથવા પોતાની રેગ્યુલર સેક્સ લાઈફ સુપર એક્ટિવ હોવાની આશા નથી રાખતો.

www.mrreporter.in

કરીના કપૂરે કહ્યું કે, પ્રેગ્નેન્સી દરમિયાન એક મહિલાએ બધાથી વધારે લાગણીઓને મહત્વ આપવું જોઈએ. મહિલા તે સમયે શું અનુભવે છે તેના પર ધ્યાન આપવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, કરીના કપૂરે ગયા વર્ષના ઓગસ્ટ મહિનામાં પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. 21 ફેબ્રુઆરી, 2021ના રોજ બીજા સંતાનનો જન્મ થયો હતો.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.