રશિયાએ યૂક્રેન પર હુમલો કરતા સેન્સેક્સમાં 2,792 પોઇન્ટ નો કડાકો : લાખો રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા

www.mrreporter.in

મુંબઈ- બિઝનેશ, મી.રિપોર્ટર, ૨૪મી ફેબ્રુઆરી.

રશિયાએ યૂક્રેન પર હુમલો કરતા જ આજે  ભારતીય શેર બજારમાં શરૂઆતના ટ્રેડિંગમાં જ 2000 પોઈન્ટનું ગાબડું પડ્યું હતું. તે પછી માર્કેટ થોડીવાર માટે ઉપર આવ્યું હતું, જોકે માર્કેટ છેલ્લા અડધો કલાકમાં કડકભૂસ પડતાં સેન્સેક્સમાં 2792.44 પોઇન્ટ નું ધોવાણ થયું હતું. આ ધોવાણ ને પગલે લાખો રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાઈ  ગયા હતા. આ ધોવાણમાં આજે ફેબ્રુઆરી સીરિઝનો એક્સપાયરીનો દિવસ પણ હોવાથી વાયદાના તમામ શેર લાલ નિશાને નજરે પડી રહ્યા છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

www.mrreporter.in

આજે ભારતીય શેર બજારની શરૂઆત ભારે વેચવાલી વચ્ચે થયી હતી. યુદ્ધના  ટેન્શન વચ્ચે આજે  બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 2000 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો તેમજ સેન્સેક્સ 56 હજાર નીચે 55,418.45 પર ખુલ્યો હતો. નિફ્ટી 514 પોઈન્ડના કડાકા સાથે 16,548.90 પર ખુલ્યો હતો. જોકે તે પછી માર્કેટ થોડું ઉપર આવ્યું હતું. જોકે છેલ્લા અડધો કલાકમાં કડકભૂસ પડતાં સેન્સેક્સમાં 2792.44 પોઇન્ટ નું ધોવાણ થયું હતું. જયારે સેન્સેક્સ 54.439.62 પર બંધ થયો હતો. આ ધોવાણ ને પગલે લાખો રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાઈ  ગયા હતા. જયારે  નિફટીમાં 815.30 પોઇન્ટ નું ધોવાણ થયું હતું. નિફટી 16247.95 પર બંધ રહ્યો હતો. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply