રૂપાલી ગાંગુલીનો શો ‘અનુપમા’ દર્શકોની પહેલી પસંદ બન્યો, ‘તારક મહેતા..’ ફરી ટોપ 5માં સ્થાન મેળવ્યું…

www.mrreporter.in
Spread the love

મુંબઈ-મી.રીપોર્ટર, ૨૦મી નવેમ્બર

કોરોના ના લીધે બોલીવુડની ફિલ્મો OTT  પ્લેટફોર્મ પર આવી રહી છે. આવામાં  OTT પ્લેટફોર્મ ની TRP રેટિંગ પણ વધી ગઈ છે. આવા સમયમાં  ટેલીવુડ પર આવતી સીરીયલ નિર્માતા પર TRP જાળવવાનું પ્રેશર વધી રહ્યું છે. આ TRP ક્રમ જાળવી રાખવામાં ઘણી સીરીયલ સફળ બની છે. જેમાં રૂપાલી ગાંગુલી તથા સુધાંશુ પાંડેની ટીવી સિરિયલ ‘અનુપમા’ છેલ્લાં ઘણાં અઠવાડિયાથી TRP રિપોર્ટમાં ટોચ પર જોવા મળે છે. ગયા અઠવાડિયે TRP રિપોર્ટમાં ‘બેરિસ્ટર બાબુ’ ટોપ 5માં સામેલ હતો. આ વખતે આ શો ટોપ 5ની બહાર છે. આ અઠવાડિયે ‘તારક મહેતા..’ ટોપ 5માં છે. જાણીએ 45મા અઠવાડિયાનો TRP રિપોર્ટ નીચે મુજબ છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

અનુપમાઃ

સ્ટાર પ્લસ પર આવતી સિરિયલ ‘અનુપમા’ એક એવી મહિલાની વાત છે, જેમાં તેણે પોતાનું જીવન પરિવારને આપ્યું છે. જોકે, તેને પરિવાર તરફથી માન-સન્માન મળ્યું નથી. થોડાં દિવસ પહેલાં જ શોમાં બતાવવામાં આવ્યું હતું કે અનુપમા પોતાના પતિ વનરાજને અને તેની પ્રેમિકા કાવ્યા સાથે રંગેહાથ પકડી લે છે. આ ટ્રેકથી શોની TRPમાં જબરજસ્ત ઊછાળો આવ્યો છે. હાલમાં અનુપમા પોતાના પગ પર ઊભા રહેવાનો પ્રયાસ કરે છે. શોમાં રૂપાલી ગાંગુલી તથા સુધાંશુ પાંડે લીડ રોલમાં છે.

કુંડલી ભાગ્યઃ

ગયા અઠવાડિયાની તુલનામાં આ અઠવાડિયની TRP વધારો થયો છે. ગયા અઠવાડિયે આ શો ત્રણ નંબર હતો અને આ વખતે બીજા નંબર છે. શોમાં અદિતિ આર્યા, ધીરજ ધૂપર, પ્રીતા તથા કરણ લીડ રોલમાં છે.

કુમકુમ ભાગ્યઃ

આ શોની લીડ કાસ્ટ અભી-પ્રજ્ઞા ટીવીની ફેવરિટ જોડીમાંથી એક છે. શોના પ્લોટમાં પ્રમાણે રિયાએ પ્રજ્ઞાનો જીવ બચાવ્યો હતો. ગયા અઠવાડિયે આ શો ચાર નંબર પર હતો. જ્યારે આ વખતે ત્રણ નંબર પર છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માઃ

એક લાંબા બ્રેક બાદ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ TRP ટોપ 5માં સામેલ થઈ છે. હાલના ટ્રેક પ્રમાણે પત્રકાર પોપટલાલની નોકરી જતી રહી છે અને તેને કારણે તે મિકેનિક બની ગયા છે.

(નોંધઃ આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.