દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે SVP હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ, મિ.રિપોર્ટર, ૧૭મી જાન્યુઆરી

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા  Rs. 750 કરોડના ખર્ચે તૈયાર  કરાયેલી અત્યાધુનિક સરદાર વલ્લભભાઇ પટેલ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું  ઉદ્ઘાટન કર્યું છે. આ હોસ્પિટલ એક ફાઈવ સ્ટાર હોટલ થી કમ નથી. તેના જેવી જ વિશાળ અને આધુનિક સુવિધાઓ ધરાવે છે. 

સરદાર વલ્લભભાઇ પટેલ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ કુલ 10 લાખ ચો.મી. વિસ્તારમાં ફેલાયેલી છે. આરસીસી અને સ્ટીલ ફ્રેમ ધરાવતી સ્ટેટ ઓફ ધી આર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર વાળી હોસ્પિટલમાં ઓટો રેસ્ક્યુ ડીવાઇસથી સજ્જ છે.   76 મીટરની ઊંચાઇ ધરાવતી આ હોસ્પિટલમાં 1500 બેડની કેપેસીટી છે.  જેમાં 1300 જનરલ બેડ અને 139 આઇસીયુ બેડની વ્યવસ્થા છે. આ ઉપરાંત  જુદા-જુદા વિભાગો માટે 90 જેટલા ઓપીડી કન્સલટેશન રૂમની વ્યવસ્થા છે. જનરલ વોર્ડમાં દર્દી સાથે એક વ્યક્તિને રહેવા એક બેડ તથા સ્ટોરેજની વ્યવસ્થા છે. હોસ્પિટલમાં  પેશન્ટ માટે 20 હાઈસ્પીડ લિફ્ટ, ફાયર ઇવેક્યુશન માટે ગ્રાઉન્ડ ફ્લોરથી 18 માળ સુધીના બે રેમ્પ અને કુલ આઠ સીડીઓ છે. જેમાં આધુનિક સાધનો અને ટેક્નોલોજીથી સજ્જ 32 ઓપરેશન થિયેટરો તૈયાર કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત હોસ્પિટલમાં 300 બેઠકોનું ઓડિટોરિયમ છે. જેમાં પ્રેઝન્ટેશન અને મહત્વના કાર્યક્રમો યોજાશે. ખાસ કરીને દર્દીઓ તેમજ સુરક્ષાને ધ્યાનમાં રાખીને 600થી વધુ સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૭૬ મીટરની ઉચાઈ ધરાવતી હોસ્પિટલમાં હેલીપેડની સુવિધા પણ છે….જુઓ…તેની તસ્વીરો……

This slideshow requires JavaScript.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: