સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 1 હજાર કરોડ રૂપિયાનો સટ્ટો : ભાજપ ને વડોદરામાં 76 બેઠકમાંથી 60 બેઠક, કોંગ્રેસને 15 થી 16 બેઠક મળશે

www.mrreporter.in

રાજ્યમાં કુલ 576 બેઠકો પૈકી 425 થી 450 બેઠક મળશે, ભાજપ ફેવરિટ : રાજ્યની 6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે : 31 જિલ્લા પંચાયતો 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે

રાજકારણ- મી.રિપોર્ટર, 19મી  ફેબ્રુઆરી. 

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના 6 મહાનગર પાલિકાઓમાં પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. 6 રાજ્યોમાં તમામ પક્ષે આજે બાઈક રેલીનું આયોજન કરીને મતદારોને રીઝવવા માટે અને વિપક્ષ સામે શક્તિનું પ્રદર્શન કરવાનું આયોજન કર્યું છે. હવે રાજ્યની 6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જયારે 31 જિલ્લા પંચાયતો 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

ચૂંટણીઓના અંતિમ પ્રચાર વચ્ચે રાજકારણ તો ગરમાયુ છે, સાથે સાથે ચૂંટણીઓ કોણ જીતશે તેને લઈને પણ ચર્ચાઓ જોરશૉર થી શરુ થઇ છે. એમાંય સટ્ટા બજારમાં પણ ગરમાવો આવ્યો છે અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં 1 હજાર કરોડ રુપિયાનો સટ્ટો લાગ્યો છે. તો કરોડો રુપિયાના સોદા પડી ગયાનું સટ્ટા બજારમાંથી જાણવા મળ્યું છે.

હાલ, સટોડિયાઓએ ઓનલાઈન ID ભાવ લેવાનું શરુ કરી દીધું છે. બુકીઓના કહેવા મુજબ, ભાજપને રાજકોટમાં 51, અમદાવાદમાં 153 અને સુરતમાં 86 બેઠક મળશે. સટ્ટા બજારના મતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતમાં ફરી ભાજપની સત્તા આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

www.mrreporter.in

નામ જાહેર ન કરવાની શરતે રાજ્યના એક મોટા બુકીએ જણાવ્યું હતું કે, ભાજપને સુરતમાં કુલ 120 બેઠકોમાંથી 86 બેઠક, અમદાવાદમાં 192 બેઠકમાંથી 153, વડોદરામાં 76 બેઠકમાંથી 60, રાજકોટમાં 72 બેઠકમાંથી 51, ભાવનગરમાં 62 બેઠકમાંથી 36 અને જામનગરમાં 64માંથી 42 બેઠક મળશે. તમામે તમામ 6 મહાનગરપાલિકાની બેઠકો પર ભાવ ખૂલી ગયા છે. ગુજરાતમાં 6 મહાનગરપાલિકાની કુલ 576 બેઠકમાંથી ભાજપને 425 બેઠક મળશે.

બુકીઓ ના મતે, પક્ષોના છેલ્લી ઘડીના પ્રચાર વચ્ચે ભાવમાં પણ સતત અપડેટ થઇ રહ્યા છે, ઓનલાઈન આઈડીમાં શનિવાર સુધી ચાલુ રહેશે. મતદાન બાદ પણ ફરીથી બુકી બજાર ભાવ ખોલશે. મતદારો કઈ તરફ છે એ મતદાન થયા બાદ નવો ટ્રેન્ડ જાણી ફરીથી ભાવ કાઢવામાં આવશે. ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં 1 હજાર કરોડનો સટ્ટો લાગી ચૂક્યો છે.

ખાસ નોંધ :  આ બુકીઓના ભાવ છે, મી.રિપોર્ટર ન્યુઝ પોર્ટલ- ચેનલ ક્યારેય રાજકીય પક્ષોના સમર્થનમાં ઉતરી  નથી કે ઉતારવાની નથી. અમે માત્ર સમાચાર તરીકે સટ્ટા  બઝારમાં શું ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તેને જ અમારા વાંચકો  વચ્ચે જ મુકવાની કોશિશ કરી છે. અમારે કોઈ પક્ષ સાથે સીધે સીધે કોઈ જ લેવા દેવા નથી. વાંચકો  – મતદારો તમે તમારા બુદ્ધિ વિવેકનો ઉપયોગ કરીને તમારા વોટ નો ઉપયોગ કરો. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

Leave a Reply