રાજકોટ માં રસ્તા પર ધોરણ 10-12 ની રઝળતી બોર્ડ ની ઉત્તરવહી મળી આવતાં ચકચાર…જુઓ વિડીયો…

વિરપુર બાદ ગોંડલમાંથી વધુ 3 થેલા ભરેલી ઉત્તરવહીઓના પાર્સલ મળતા ખળભળાટ : ધો.૧૦ વિજ્ઞાન અને ટેક્નોલોજી, ગુજરાતી અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની ઉત્તરવહી હોવાનું તારણ 

એજ્યુકેશન- મિ.રિપોર્ટર, ૧૮મી માર્ચ. 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક  શિક્ષણ બોર્ડ દ્વારા હાલમાં બોર્ડ ધોરણ-10 અને 12ની પરીક્ષા લેવામાં આવી રહી છે. સાથે સાથે જે વિષયોની પરીક્ષા પૂર્ણ થઇ છે તેવા વિષયોના પેપરો તપાસવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આવા સમયે જ રાજકોટના વીરપુર નજીક રસ્તા પર પરીક્ષાર્થીઓની ઉત્તરવહી રઝળતી મળી આવતા જ ભારે ચકચાર મચી ગઈ છે. શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી સામે ભારે વિરોધ ફાટી નીકળ્યો છે. તો બીજીબાજુ સમગ્ર ચોકાવનારા પ્રકરણ બાદ શિક્ષણમંત્રીએ તપાસનો આદેશ આપી ને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનાર સામે કડક પગલા લેવાની ખાતરી આપી છે. 

 ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, તેવા સમયે રાજકોટના વીરપુર નજીક વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડાં કરવામાં આવ્યા હોય તેવો બનાવ સામે આવ્યો છે. ધો.10 – 12ના પરીક્ષાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થતા હોય તેવી એક ઘટનામાં પરીક્ષાર્થીઓની ઉત્તરવહી રાજકોટમાં એક ઓવરબ્રિજ પરથી ધોરણ-10-12ની ઉત્તરવહીઓ રઝળતી હાલતમાં મળી આવી છે. વિરપુર બાદ ગોંડલમાંથી વધુ 3 થેલા ભરેલી ઉત્તરવહીઓના પાર્સલ મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલ ગોંડલમાંથી 3 થેલા ભરેલી ઉત્તરવહી મળી આવી છે. ગોંડલમાં સિમેન્ટ પ્લાન્ટના સ્ટાફ બસના ડ્રાઈવરને ઉત્તરવહીઓ મળી આવતા સમગ્ર ઘટનાની પોલ ખુલી છે.  મળી આવેલી ઉત્તરવહીઓ ધો.૧૦ વિજ્ઞાન અને ટેક્નોલોજી, ગુજરાતી અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની ઉત્તર વહીનીઓ હોવાનું જાણવા મળ્યું છે. વિદ્યાર્થીઓએ લખેલી ઉત્તરવહી જાહેરમાંથી મળતા દોડધામ મચી જવા પામી છે. આ તમામ ઉત્તરવહીઓ મહેસાણાના પરીક્ષાર્થીઓની હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે.

આ મામલે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું છે કે, ઉત્તરવહીઓ મળવા બાબતે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

મહેસાણા જિલ્લાના  જિલ્લા ઇન્ચાર્જ શિક્ષણાધિકારી સ્મિતા પટેલ નું નિવેદન

મહેસાણા જિલ્લામાં ધોરણ 10 માટે પાલા કેન્દ્ર નંદાસણ છે. ધોરણ 12 માટે પાલા કેન્દ્ર ગાંધીનગર છે. અમારી જવાબદારી પાલા કેન્દ્ર સુધી આન્સર શીટ પહોંચાડવાની હોય છે. અમે પોલીસ બંદોબસ્ત સાથે પાલા કેન્દ્ર સુધી સેમ ડે આન્સર શીટ પહોંચાડી દીધી છે.  પાલા કેન્દ્ર થી આન્સર શીટ ઝોનમાં જાય છે અને ઝોન થી મદયસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ઉપર જાય છે.  હવે આ શીટ કેવી રીતે ત્યાં પહોંચી તે અમને ના આઈડિયા હોય. અમારી જવાબદારી પાલા કેન્દ્ર સુધી ની છે. 

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)

 

 

 

 

Leave a Reply