કિડી જેટલા કદ નો હવે રોબોટ સર્જરીમાં મદદ કરશે : ૩ડી રોબોટ માનવીના શરીરની અંદર જઈ સારવાર કરશે

Spread the love

ટેકનોલોજી- મેડીકલ, મિ.રિપોર્ટર, ૨૪મી જુલાઈ.

અમેરિકાના જાર્જિયા ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોએ દુનિયાનો સૌથી નાના કદનો રોબોટ બનાવ્યો છે. બે મિલીમીટર લંબાઈ ધરાવતો આ ૩ડી રોબોટને માનવીના શરીરની અંદર નાખીને સારવાર કરવામાં આવશે. આ રોબોટનો ઉપયોગ સર્જરી કરવામાં કરી શકાશે. દરેક રોબોટ તેનાથી ચારગણી વધુ સ્પેસને એક સેકન્ડમાં કવર કરે છે.

માઈક્રોમીકેનીક્સ અને માઈક્રો એન્જીનીયરીંગ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવેલ અનુસાર આ રોબોટ ઘાવને બરાવાર કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. તેને અલ્ટ્રાસાઉન્ડ વેબ અને વાઈબ્રેશન દ્વારા કંટ્રોલ કરી શકાય છે.

પ્રોફેસર આઝાદ અંસારીએ જણાવ્યું કે અમે એન્જીનીયરીંગ , ઇલેક્ટ્રોનિક્ષ, બાયોલોજી અને ફિજીક્સની સાથે કઇક નવું કરવાનો પ્રયત્ન કરી રહ્યા હા. આ ક્ષેત્ર ઘણું મોટું છે. તેમાં અનેક પ્રકારનું સંશોધન થવાની સંભાવના છે.  ટીની ૩ડી રોબોટમાં પેજોઇલેક્ટ્રિક એક્યુટર લગાવવામાં આવ્યું છે, જે વાઈબ્રેશન કરે છે. તેનાથી રોબોટ એક્ટીવ થાય છે. તેને કોઈ પણ પ્રકારની બેટરી પાવરની જરૂર નથી હોતી. આ રોબોટ એટલો નાનો છે કે તેમાં બેટરી લગાવવાની જગ્યાજ નથી.

૩ડી રોબોટની બોડીમાં લાગેલા પિજોઇલેક્ટ્રોનિક તેમાં વાઇબ્રેશન ઉત્પન્ન કરે છે. તેને એક્યુટરના સેન્સર દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે. તેમજ તેનું હલનચલન નાના સ્પીકરની મદદથી કરી શકાશે.  વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર દરેક રોબોટની ડીઝાઇન અલગ રીતે કરવામાં આવી છે. તે ખુબજ નાના હોવાની સાથે સાથે વાઈબ્રેશન પર અલગ અલગ પ્રતિક્રિયા આપે છે.