વડોદરામા કોરોના સારવારમાં 9 હોસ્પિટલની ઉધાડી લૂંટ : 19 જેટલા દર્દીઓ પાસેથી રૂપિયા 4.94 લાખ પડાવી લીધા

www.mrreporter.in
Spread the love

VMC એ તપાસ  કરીને 19 જેટલા  દર્દીઓ અને તેમના સબંધીઓ પાસેથી  હોસ્પિટલે વધુ વસુલ કરેલા રૂપિયા 4.94 લાખ પરત અપાવ્યાં 

હેલ્થ- મી.રિપોર્ટર, 11મી  સપ્ટેમ્બર 

વડોદરા શહેરમાં કોરોના ના રોજ 100થી વધુ કેસ નોધાઈ રહ્યા છે. આજે કોરોનના 127 જેટલા નવા કેસ નોંધાયા છે. જયારે  કોવિડ થી સંક્રમિત  એક દર્દીનું મૃત્યુ થયું છે. કોરાના મહામારી વચ્ચે વડોદરાની વિવિધ 9 હોસ્પિટલમાં કોવિડ  સંક્રમિત દર્દી તરીકે સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી 19 જેટલા  દર્દીઓ અને તેમના સબંધીઓ પાસેથી રૂપિયા 4.94 લાખ જેટલી માતબર રકમ વધારાની ઉઘરાવીને ઉઘાડી લૂંટ ચલાવી હતી.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

આ ઘટના બાદ હોસ્પિટલ સામે કોવિડ સંક્રમિત દર્દીઓ અને તેમના સંબંધીઓએ મંત્રી યોગેશ પટેલ અને ઓએસડી વિનોદ રાવને લેખિતમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદની VMC ની ટીમે તપાસ કરતા 9  હોસ્પિટલે માનવતા ભૂલીને કોવિડ મહામારીનો લાભ ઉઠાવીને લાખો રૂપિયાની ઉઘાડી લૂંટ ચલાવી હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવતા જ તમામ હોસ્પિટલોને નોટિસ આપીને 19 કેસમાં રૂપિયા 4.94 લાખ દર્દીઓને પરત અપાવ્યા હતા. જયારે અન્ય બે કેસની વધુ તપાસ હાથ ધરી છે. તો પાંચ  કેસની તપાસ  કરીને  તેવા દર્દીઓને નાણાં  પરત નહિ મળી શકે તેવું જણાવીને કેસની પતાવટ કરી હતી. 

સમગ્ર મામલે VMCના નોડલ ઓફિસર મનીષ ભટ્ટે મિ. રિપોર્ટર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કોવિડ સંક્રમિત  દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં  સરકાર અને કોર્પોરેશન દ્વારા ભાવલીસ્ટ ના બોર્ડ લગાવી ટોલ ફ્રી નંબર આપ્યો હતો. જેના પાર અમને 15 દિવસ પહેલા 19 થી વધુ ફરિયાદ મળી હતી. જેની મંત્રી યોગેશ પટેલ અને ઓએસડી વિનોદ રાવની પહેલ બાદ  દર્દીઓ અને તેમના સબંધી તરફથી મળેલી ફરિયાદોની અમે તપાસ  કરી હતી. જે બાદ 19 કેસમાં 4,94,581 રુપિયા હોસ્પિટલને સૂચના આપીને પરત અપાવ્યા હતા. હજુ અમારી પાસે બે કેસ છે,  જેની તપાસ  થઇ રહી છે. 

વડોદરામા કોરોના સારવારમા ઉધાડી લૂંટ ચલાવતી હોસ્પિટલો કઈ-કઈ છે ? 

રામક્રિષ્ના હોસ્પિટલ 1 કેસમા 10 હજાર વધુ લીધા

જ્યુપીટર હોસ્પિટલે 1 કેસમા 36987 વધુ લીધા

સત્યમ હોસ્પિટલ 5 કેસ 1,59,245 વધુ ધીધા

સવિતા હોસ્પિટલ 2 કેસમા 75700 વધુ લીધા

શ્રીજી હોસ્પિટલ 1 કેસ 46470 વધુ લીધા

સુકન હોસ્પિટલ 1 કેસ 15000 વધુ લીધા

સ્ટર્લિંગ હોસ્પિટલ 2 કેસ 35,500 વધુ લીધા 

રીધમ હોસ્પિટલ 1 કેસ 48 હજાર વધુ લીધા 

યુનિટી હોસ્પિટલ 4 કેસ 67650  વધુ લીધા 

ડીવાઈન લેબોરેટરીએ 17 દર્દીના ટેસ્ટના દીઠ 500 રૂપિયા  પેટે  રૂપિયા  8500 વધુ લીધા

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.