RJD સુપ્રીમો લાલુ યાદવની સ્થિતિ ગંભીર, શ્વાસ લેવામાં મુશ્કેલી, છાતીમાં ઇન્ફેક્શન અને નિમોનિયાની ફરિયાદ

www.mrreporter.in
Spread the love

બિહાર- મી.રીપોર્ટર, ૨૧મી જાન્યુઆરી. 

દેશના એક સમયના રેલ્વે મંત્રી અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી  રહી ચુકેલા RJD સુપ્રીમો લાલુ યાદવની તબીયત ગુરૂવારે સાંજે અચાનક બગડી હતી.  રાંચીની રિમ્સ હોસ્પિટલમાં પેઇંગ વોર્ડમાં ચારા કૌભાંડ મામલામાં સજા કાપી રહેલા લાલુ પ્રસાદ યાદવની સ્થિતિ ગંભીર છે. તેઓ શ્વાસ લઈ શકતા નથી. તેમના ચેસ્ટમાં ઇન્ફેક્શન અને નિમોનિયાની ફરિયાદ છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

રાંચીની રિમ્સ હોસ્પિટલના ડોક્ટરો પ્રમાણે લાલુ યાદવને શ્વાસ લેવામાં અચાનક મુશ્કેલી શરૂ થઈ હતી. પ્રાથમિક  જાણકારી મુજબ,  લાલુ પ્રસાદ યાદવમાં નિમોનિયાના લક્ષણ જોવા મળી રહ્યા છે. કોરોના તપાસ માટે તેમના સેમ્પલ લેવામાં આવ્યા છે. રેપિડ એન્ટીજન ટેસ્ટમાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. તો આરટી પીસીઆરનો રિપોર્ટ આવવાનો બાકી છે. તેમનો એક્સ રે પણ કરવામાં આવ્યો છે. તેમાં થોડુ ઇન્ફેક્શન જોવા મળ્યું છે. 

તો બીજીબાજુ લાલુપ્રસાદની તબિયત ગંભીર હોવાની માહિતી મળતા જ  ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રી બન્ના ગુપ્તા, રિમ્સ ડાયરેક્ટર ડો. વિવેક કશ્યપ અને લાલુ પ્રસાદ યાદવની સારવાર કરી રહેલા ડોક્ટર ઉમેશ પ્રસાદ તેમને જોવા પેઇંગ વોર્ડ પહોંચ્યા હતા.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.