વડોદરાની નવરચના હાઇસ્કૂલનો ધો-8નો વિદ્યાર્થી અને પરિવારના સભ્યનો રિપોર્ટ કોરોના પોઝિટિવ, DEOએ સ્કૂલને નોટિસ આપી

www.mrreporter.in
Spread the love

એજ્યુકેશન-વડોદરા, મી.રિપોર્ટર, 15મી ડિસેમ્બર.

વડોદરામાં કોરોના નો ખતરો ધીમે ધીમે વધી રહ્યો છે, જેને લઈને શહેર-જિલ્લાની શાળાઓ ને કોરોના ના ખતરા ને  જોતા કોવીડ પ્રોટોકોલ મુજબ શાળાઓમાં વ્યવસ્થા કરવાની સૂચના આપી હતી. આમ છતાંય શહેરની ઘણી શાળાઓ કોવીડ  પ્રોટોકોલ ની ગંભીરતા થી પાલન કરતી ન હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. આવી જ એક ઘટના સમા વિસ્તારમાં આવેલી નવરચના હાઇસ્કૂલમાં સામે આવ્યો છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

વડોદરાના સમા વિસ્તારમાં આવેલી નવરચના હાઇસ્કૂલમાં ધોરણ-8 ઈ માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી અને  તેના પરિવારના  એક સભ્ય નો રિપોર્ટ પણ  કોરોના પોઝિટિવ આવ્યો છે, જેને પગલે કોર્પોરેશનની ટીમ દ્વારા સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને વર્ગનું ઓફલાઇન શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું છે.

તો  બીજી તરફ આ મામલે વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, નવરચના સ્કૂલે વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યાની જાણકારી મોડે આપી છે. જે અંગે સ્કૂલને નોટિસ આપવામાં આવી છે. સાથે જ તે વિદ્યાર્થીના સંપર્કમાં આવેલા અન્ય વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત  અન્ય શાળઓમાં પણ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની સૂચનાઓ આપવામાં આવી છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.