રેનો ટ્રાઇબરે ભારતમાં 1 લાખના વેચાણની સિદ્ધિ મેળવી: ભારત અને ફ્રાંસમાં રેનોની ટીમો વચ્ચે સંયુક્ત પ્રોજેક્ટ

www.mrreporter.in

બિઝનેશ-વડોદરા, 18મી ફેબ્રુઆરી, મી.રિપોર્ટર.

ભારતમાં નંબર 1 યુરોપિયન બ્રાન્ડ રેનોએ આજે જાહેરાત કરી હતી કે, રેનો ટ્રાઇબરે ભારતમાં 1 લાખના વેચાણનું સીમાચિહ્ન સર કર્યું છે. આ સીમાચિહ્નરૂપ સફળતાની ઉજવણી કરવા અને પથપ્રદર્શક પ્રોડક્ટ ઇનોવેશન સાથે ટ્રાઇબરની સફળતાને જાળવવાની પોતાની કટિબદ્ધતા પર ખરી ઉતરીને રેનો ઇન્ડિયાએ રેનો વડોદરામાં INR 7.24 L (ex-showroom વડોદરા)ની starting કિંમત પર ટ્રાઇબર લિમિટેડ એડિશન (એલઇ) પ્રસ્તુત કરી છે. ટ્રાઇબર લિમિટેડ એડિશનને રેનો વડોદરામાં ડિલરશિપમાં રેનો ઇન્ડિયાના સેલ્સ એન્ડ માર્કટિંગના વાઇસ પ્રેસિડન્ટના સુધીર મલ્હોત્રાની હાજરીમાં પ્રસ્તુત કરવામાં આવી હતી.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

રેનો ટ્રાઇબરે સમગ્ર દેશમાં રેનો બ્રાન્ડની વૃદ્ધિમાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. ગ્લોબલ એનસીએપી પાસેથી એડલ્ટ ઓક્યુપન્ટ સેફ્ટી માટે 4-સ્ટાર સેફ્ટી રેટિંગ અને ચાઇલ્ડ ઓક્યુપન્ટ સેફ્ટી માટે 3-સ્ટાર રેટિંગ સાથે રેનો ટ્રાઇબર ફ્લેક્સિબ્લ, આકર્ષક અને વાજબી ઓફર છે તથા ભારતમાં રેનો માટે પરિવર્તનકારક પ્રોડક્ટ બની છે.

આરએક્સટી વેરિઅન્ટ પર આધારિત રેનો ટ્રાઇબર લિમિટેડ એડિશન મેન્યુઅલ અને ઇઝી-આર એએમટી ટ્રાન્સમિશન એમ બંનેમાં ઉપલબ્ધ છે તથા એનર્જી એન્જિન – 1.0 લિટર પેટ્રોલ એન્જિન સાથે સજ્જ છે, જે મેઇન્ટેનન્સના ઓછા ખર્ચ સાથે પર્ફોર્મન્સ અને ઇંધણદક્ષતા વચ્ચે શ્રેષ્ઠ સંતુલન પ્રદાન કરે છે. રેનો ટ્રાઇબર એલઇને પિઆનો બ્લેક ફિનિશ સાથે ડ્યુઅલ ટોન ડેશબોર્ડ સાથે નવી સ્ટાઇલિશ એકાઝા ફેબ્રિક અપહોલ્સ્ટેરી મળશે, જે સુંદરતા અને ઉચ્ચ-ગુણવત્તાયુક્ત એમ્બિયન્સ ઓફર કરે છે. સંપૂર્ણપણે ડિજિટલ વ્હાઇટ એલઇડી ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, એચવીએસી નોબ્સ વિથ ક્રોમ રિંગ અને બ્લેક ઇન્નર ડોર હેન્ડલ્સ કારની સંપૂર્ણ વિઝ્યુઅલ અપીલ વધારશે.

કારની સંવર્ધિત આકર્ષકતા સાથે ટ્રાઇબર બ્લેક રૂપ સાથે એલઇ મૂનલાઇટ સિલ્વર અને સીડાર બ્રાઉન કલરમાં ડ્યુઅલ ટોન એક્ષ્ટેરિયરમાં ઉપલબ્ધ થશે, જે નવા 14 ઇંચ સ્ટાઇલિશ ફ્લેક્સ વ્હીલ્સ ધરાવશે. સલામતીની વિવિધ એક્ટિવ અને પેસિવ ખાસિયતો ઉપરાંત આ ચાર એરબેગ – ડ્રાઇવર અને પેસેન્જર માટે ફ્રન્ટ અને સાઇડ સાથે સજ્જ છે. ફ્રન્ટ ડ્રાઇવર સાઇડ લોડ લિમિટર અને પ્રી ટેન્શનરવાહનની સલામતીમાં વધારો કરશે. પેસેન્જરને વધારે સુવિધા આપતી લિમિટેડ એડિશન સ્ટીઅરિંગ માઉન્ટેડ ઓડિયો અને ફોન કન્ટ્રોલ્સ ધરાવે છે તેમજ સિક્સ વે એડજસ્ટેબ્લ ડ્રાઇવર સીટ અને રિવર્સ પાર્કિંગ કેમેરા વિથ ગાઇડલાઇન્સ ધરાવે છે.

ભારત અને ફ્રાંસમાં રેનોની ટીમો વચ્ચે સંયુક્ત પ્રોજેક્ટના પરિણામ સ્વરૂપે રેનો ટ્રાઇબર ભારતીય બજારમાં ઇનોવેટિવ ઉત્પાદનો માટે તકોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી હતી. રેનો ટ્રાઇબર 4 મીટરથી ઓછી કાર પર નજર દોડાવતી ગ્રાહકોને વિશિષ્ટ વેલ્યુ પ્રોપોઝિશન ઓફર કરે છે. રેનો ટ્રાઇબર આકર્ષક ઇન્ટેરિઅર્સ સાથે સુપર-સ્પેશિયસ, અલ્ટ્રા-મોડ્યુલર, એફોર્ડેબલ, સલામત અને ઇંધણદક્ષ વાહન છે, જેને 4 મીટરથી ઓછા અંતરમાં ઘણી આધુનિક અને વ્યવહારિક ખાસિયતો પર ગર્વ છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

 

Leave a Reply