www.mrreporter.in

ગાંધીનગર- મી.રિપોર્ટર, 9મી ડિસેમ્બર. 

રાજયના પ્રાથમિક શિક્ષકોએ  પોતાના ગ્રેડ પે સહિતની પડતર માંગણીઓના ઉકેલ માટે સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં યોજ્યા હતા, પરંતુ જિલ્લા કલેક્ટરે મંજુરી આપી ન  હોવાથી પોલીસે  શિક્ષકોની અટકાયત કરી લેતા ધરણાંનો કાર્યક્રમ યોજાયો નહતો. પોલીસે અલગ અલગ સ્થળોથી 50 જેટલા શિક્ષકોની અટકાયત કરી હતી.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે પ્રાથમિક શિક્ષકોને વર્ષોથી મળતો ગ્રેડ પે 4200ને એકાએક ઘટાડીને 2800 કરી દેવામાં આવ્યો હતો. ઉપરાંત ઓછા ગ્રેડ પેનો લાભ વર્ષ-2010 પછી ભરતી થયેલા શિક્ષકોને મળશે તેવા રાજ્યના શિક્ષણ વિભાગે આદેશ કરતા શિક્ષકો નારાજ થયા હતા.

શિક્ષકોએ  સોશિયલ મીડિયાના માધ્યમથી વિરોધ કાર્યક્રમ તેજ કરીને સરકારના નિર્ણય નો વિરોધ કર્યો હતો. ભારે વિરોધ વચ્ચે જ  શિક્ષક સંઘની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મિટીંગ થઈ હતી. જેમાં શિક્ષકોના પ્રશ્નોનો ઉકેલ આવ્યો છે.

(નોંધઃ આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: