રિલાયન્સ Jio ની ‘NEW YEAR’ ગિફ્ટ, 399નું રિચાર્જ કરો અને પાછા મેળવો પુરા પૈસા ?

Spread the love

નવી દિલ્હી, ૩૧મી ડીસેમ્બર. 

ન્યૂ ઇયરની ગિફ્ટ તરીકે જિયોએ પોતાના યૂજર્સ માટે બંપર ડિસ્કાઉન્ટ ઓફર મૂકી છે.  ન્યૂ ઇયરની આ શાનદાર ઓફર હેઠળ જો તમે 399 રૂપિયાનું રિચાર્જ કરાવો છો, તો કેશબેકના રૂપમાં તમને એટલા જ પૈસા પરત મળી જશે. આ કેશબેક તમને જિયોની ફેશન રિટેલ વેબસાઇટ AJIO પર ખરીદી માટે મળશે. જિયો યૂજર્સ માટે આ ઓફર 28 ડિસેમ્બર થી 31 જાન્યુઆરી સુધી ચાલશે.

તમે જો આગામી એક મહિનો એટલેકે ૩૧મી જાન્યુઆરી સુધીમાં પોતાના જિયો પ્લાન 399 રૂપિયાથી રિચાર્જ કરાવશો તો જ તમને શબેક પ્લાન ફ્ક્ત 399 રૂપિયાના રિચાર્જ પર જ લાગૂ થશે. AJIO પર ડિસ્કાઉન્ટ કૂપનનો લાભ લેવા માટે યૂજર્સે ઓછામાં ઓછા 1000 રૂપિયા સુધીની ખરીદી કરવી પડશે. જો તમે જિયો યૂજર છો તો, તમને સૌથી પહેલાં My Jio એપમાં જઇને તમારા નંબર પર 399 રૂપિયાનું રિચાર્જ કરવું પડશે. ત્યારબાદ તમને 399 રૂપિયાનું ડિસ્કાઉન્ટ કૂપન મળી જશે. તમે આ કૂપનને My Jio એપના My Coupon સેક્શનમાં જોઇ શકો છો. જ્યારે AJIO પર શોપિંગ કરો તો, તે સમયે આ કૂપનનો ઉપયોગ કરી શકો છો.