UA-117440594-1

રિલાયન્સ જિયોએ લોન્ચ કર્યો વર્ચ્યુઅલ આસિસ્ટન્ટવાળો સ્માર્ટ ગ્લાસ, હવે ચશ્માથી કરો 3D વિડીયો કૉલ..જાણો

www.mrreporter.in
Spread the love

ટેક્નોલોજી- મી.રિપોર્ટર , 16મી જુલાઈ 

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝએ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટથી પણ સજ્જ જિયો ગ્લાસ (Jio Glass) લૉન્ચ કર્યો છે. જેને કેબલની મદદથી  તમે પોતાના સ્માર્ટફોન સાથે કનેક્ટ કરી શકો છો. તેનું વજન 75 ગ્રામ છે. કંપનીના મતે, જિયોના આ સ્માર્ટગ્લાસ બેસ્ટ ઈન ક્લાસ મિક્સ્ડ રિયાલિટી એક્સપીરિયન્સ આપશે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/KpMumL04Vcb2n9GiOZhgDR

જિયોએ પોતાના સ્માર્ટગ્લાસના ગ્રાફિક્સ પર ઘણું કામ કર્યું છે, ખાસ કરીને  કંપનીએ  દર્શાવી દીધું છે કે, તે પણ હવે ટેક્નોલોજી માં  હરણફાળ ભરી રહ્યું છે. જિયો ગ્લાસ (Jio Glass) દ્વારા  યૂઝરને હાઈએસ્ટ ક્લાસ વિઝ્યુઅલ એક્સપીરિયન્સ મળે. જિયો ગ્લાસ દ્વારા તમે બોલીને એકસાથે બે લોકોને વિડીયો કૉલ કરી શકો છો.

જિયોના આ સ્માર્ટગ્લાસ 3D હોલોગ્રાફિક વિડીયો કૉલ સપોર્ટ સાથે આવે છે એટલે કે વિડીયો કૉલ સમયે તમે પોતાની સાથે 3D રૂપમાં જોઈ શકશો. જિયો ગ્લાસ 25 એપ્લિકેશન્સ સપોર્ટ કરે છે.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

 

 

 

 
 
%d bloggers like this: