Reliance Jio ગીગા ફાઇબરના પ્લાનની કિંમત અને ફીચર લીક થયા ? કેટલા રૂપિયામાં મળશે, હવે પ્લાન…જાણો…

નવી દિલ્હી- ટેકનોલોજી, મિ.રિપોર્ટર, ૨૨મી જુન. 

દેશમાં Reliance Jio ગીગાફાઇબર સર્વિસનો  યુઝર્સ ખૂબ જ ઉત્સુક્તા સાથે રાહ જોઈ રહ્યા છે. તો Reliance Jio એ દેશના કેટલાક મુખ્ય શહેરોમાં તેનું ટેસ્ટિંગ પણ શરુ કરી દીધું છે. આ ટેસ્ટિંગ દરમિયાન યુઝર્સને જિયો ગીગાફાઇબરની તમામ સર્વિસ આપવામાં આવી રહી છે, જે કોમર્શિયલ લોન્ચ પછી આપવામાં આવશે. હાલ માર્કેટમાં રહેલી અન્ય બ્રોડબેન્ડ સેવાઓ કરતા Reliance Jio ગીગાફાઇબર ખુબ જ આક્રમક રીતે આગળ છે.  કેમ કે તેમાં ઇન્ટરનેટની જબરજસ્ત સ્પીડ માટે ફાઇબર ઓપ્ટિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

Reliance Jio ના પ્લાનને લઈને અત્યાર સુધી અનેક ચર્ચાઓ બહાર આવી છે. જેમાં તેના પ્લાન અંગે અનેક દાવા કરવામાં આવ્યા હતા. પણ Reliance Jio ના અધિકારીઓએ ક્યારેય પ્લાન અને કિંમત અંગે ખુલાસો કર્યો નથી. હાલમાં Reliance Jio નો નવો પ્લાન બહાર આવ્યો છે. બહાર આવેલા પ્લાનમાં Reliance Jio ગીગાફાઇબરના બેઝિક પ્લાનમાં પ્રતિ માસ 600 રુપિયામાં યુઝર્સને 50mbpsની ઝડપે ઇન્ટરનેટ સુવિધા મળશે. જ્યારે પ્રીવ્યૂ સબ્સક્રાઇબર્સને 100Mbpsની ઝડપ આપતો પ્લાન પ્રતિ માસ ફક્ત રુ.1000માં મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા સુધી જિયો રુ.4500ની રિફંડેબલ ડિપોઝિટ સાથે યુઝર્સને 100Mbpsની ઝડપવાળો પ્લાન ઓફર કરતું હતું. જેમાં તણે હાલમાં જ ડિપોઝિટ અને સ્પીડને ઘટાડીને નવી ઓફસ અને પ્લાન રજૂ કર્યો છે. હવે યુઝર્સને ફક્ત રુ. 2500ની ડિપોઝિટ સાથે જિયો 50Mbpsની ઝડપ સાથેનો પ્લાન ઓફર કરી રહ્યું છે. જિયોએ ભારતીય માર્કેટમાં એન્ટ્રી સાથે જ સસ્તા મોબઈલ ઇન્ટરનેટની શરુઆત કરી હતી ત્યારે એવું માનવામાં આવે છે કે ગીગાફાઇબરના પ્લાન પણ અન્ય બ્રોડબેન્ડ પ્રોવાઈડર કરતા સસ્તા રહેશે.