રેડ મીડી ને વ્હાઈટ ટોપ પેહરેલ, કપાળ પર સ્હેજ મોટી બિંદી, છેડે થી સ્હેજ કરલી વાળ એવો એક સુંદર ચહેરો દેખાયો…

Spread the love

૬ મહિના પહેલાની વાત છે, ઓફીસ માંથી મને, મારા ઓફીસ મિત્રો સચિન જાવડે, આશિષ મહાજન અને શ્રીમંત ને એક સર્વે માટે પસંદ કરવામાં આવ્યા. અમને નવસારી ની એક કોલેજ માં નવા ચાલુ થયેલા એક કોર્સ માં એડવાન્સ ઇક્વિપમેન્ટ્સના સાધનો તપાસવાના હતા. અમારી ચાર જાણ ની ટીમે એ ચેક કરવાનું હતું કે અ બધા ઇક્વિપમેન્ટ્સની કિમત પ્રમાણે તેનું વળતર કેટલું છે ? તે વિદ્યાર્થી અને સ્ટાફ માટે ખરેખર ઉપયોગી થાય છે ? 

જો તે ખરેખર સફળ પ્રયોગ હોઈ તો એક નવી કોલેજ ખુલતી હોઈ તેમાં પણ આ કોર્સ દાખલ કરી શકાય. તેથી અમારી ટીમને સરકાર તરફ થી મળેલ હુકમ મુજબ નવસારી કોલેજ જઈ ચાર દિવસ નો સર્વે કરવાનો હતો અને પછી અમારી આ ચાર જણ ની સમિતિ એ તેનો રીપોર્ટ બંધ કવરમાં શિક્ષણ વિભાગ માં પરત કરવાનો હતો. અમે લોકો એ અંદર અંદર કામ ની વ્હેચણી કરી લીધી. એકાઉન્ટ ને લાગતું કામ શ્રીમંત તપાસ કરશે અને વિદ્યાર્થી સાથે હું અને સ્ટાફ ની તપાસ સચિન જાવડે અને આશિષ મહાજન કરશે.

મારા કુટુંબમાં અમે ત્રણ જાણ જ હતા. હું, મારી પત્ની રેખા અને ત્રણ વર્ષનો પુત્ર. હુકમ મુજબ નીકળવાનું હોઈ બીજા જ દિવસે વહેલી સવારે અમે ચારેય ટેક્ષી કરી નવસારી કોલેજ પહોચી ગયા. કોલેજ નું કેમ્પસ ખુબ વિશાલ હતું. કોલેજ ની આજુબાજુ ખુબ ખુલ્લી જગ્યા હતી.

ચારે તરફ ચીકુ અને કેરી ના ઝાડ હતા અને તેની વચ્ચે જવા માટે સિમેન્ટ ના રસ્તા અને કેમ્પસ માજ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ, કેન્ટીન, ઇન્ડોર-આઉટડોર ગેમ્સ માટે સ્પેશીયલ ગ્રાઉન્ડ હતા. જરા પણ ટાઇમ વેસ્ટ કર્યા વગર, અમે જઈને કોલેજ સુપ્રિન્ટેન્ડન્ટ ને મળી અમે કામ ચાલુ કરી દીધું. મેં પચાસ-પચાસ વિદ્યાર્થીઓ ની બેચ બનાવી દીધી, એક પછી એક વિદ્યાર્થી ને પર્સનલી મળી સવાલ જવાબ કરી લેતો આમ એક વિદ્યાર્થી પાછળ બેત્રણ મિનીટ જતી.

બપોર ના ત્રણ વાગવા આવ્યા મને સિગરેટ પીવાની ટેવ હતી એટલે સિગરેટ લઇ બહાર આવ્યો ત્યાં થોડેદુર મેં એક સ્ટુડન્ટ કેન્ટીન જોઈ મેં વિચાર્યું ત્યાં જઈ એક ચા લઇ સાથે સિગરેટ પીશ. હું એ સેલ્ફ સર્વિસ કેન્ટીન માં અંદર ગયો મેં જોયું કે કાઉન્ટર પાસે પુષ્કળ ભીડ હતી એટલે હું છેલ્લે ચા માટે ઉભો રહી ગયો અને મારા ટર્ન ની રાહ જોવા લાગ્યો.

તેટલા માં પાછળ થી એક યુવતી નો અવાજ મારા કાન પર પડ્યો: “મને એક કોલ્ડ્રીંક અને એક વેજ બર્ગર આપો” મારું ઝટકા માં પાછળ ધ્યાન ગયું ત્યાં એક રેડ મીડી અને વ્હાઈટ ટોપ પેહરેલ, કપાળ પર સ્હેજ મોટી બિંદી, આગળથી સીધા અને છેડે થી સ્હેજ કરલી વાળ એવો એક સુંદર ચહેરો દેખાયો. ઉમર કદાચ પચીસેક વર્ષ લગતી હતી. આમ પાછળ થી આવી તે ભીડ માં અંદર ઘુસી ગઈ અને જોત જોતામાં કાઉન્ટર પર પહોચી ટ્રે માં તેનો ઓર્ડર લઇ પછી પણ મારા તરફ આવી અને અચાનક મારી સામે જોઈ તેના કોમળ સ્વરો માં બોલી :”આમ ઉભા રહેશો તો સાંજ પડી જશે જી”. તેને આમ એકદમ અજાણ હોવા છતાં વાત કરી એટલે હું જરા કન્ફયુઝ થયો પણ મેં પણ તની સહજતા ને માન આપી જરા સ્માઈલ આપી. તેને પાછું મને ઇશારાથી ધક્કો મારી અંદર ઘુસવા કીધું અને ફરી બોલી “જી, અહી રહેવુ હોય તો ધક્કો મારતા શીખવું પડશે…., નહી તો રહી જશો.” કેન્ટીન મોટી હતી અને તેમાં લાઈન માં ટેબલ અને સ્ટુલ અરેંજ કર્યા હતા તેમના એક સ્ટુલ પર જઈ તે બેસી ગઈ…..વધુ ક્રમશઃ….

  • વાંચકો આપને આ સ્ટોરી કેવી લાગી ? આપ જો કોઈ કોમેન્ટ કરવા માંગતા હોય તો Leave a Reply માં જઈને કોમેન્ટ કરી શકશો. આ ઉપરાંત તમે અમારા whatsup no 7016252600 પર કોમેન્ટ કરીને જણાવી શકો છો.