રેડ એલર્ટ : ગુજરાતમાં કોરોના વાઈરસના 29 કેસ, અમદાવાદમાં સૌથી વધારે 13 અને 6 કેસ સાથે વડોદરા બીજા નંબરે…

Spread the love

હેલ્થ- વડોદરા, મિ.રિપોર્ટર, 23મી માર્ચ

ગુજરાતમાં કોરોના વાઈરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. સોમવારે રાજ્યમાં કોરોના વાઈરસના વધારે 11 જેટલા નવા કેસો સામે આવ્યા હતા. જે બાદ ગુજરાતમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 18 થી સીધી જ 29 સુધી પહોંચી ગઈ છે. સોમવારે અમદાવાદમાં કોરોનાના સૌથી વધારે 6 દર્દીઓ સામે આવ્યા. જ્યારે વડોદરામાં 3 અને સુરત-ગાંધીનગરમાં એક-એક નવા દર્દીઓ સામે આવ્યા હતા.

કોરોના ના વધેલા કેસોને જોઈએ તો  અમદાવાદમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 13 સુધી પહોંચી ગઈ છે. જ્યારે વડોદરામાં 6 જેટલા કેસ, સુરત અને ગાંધીનગરમાં 4-4 કેસ, તથા રાજકોટ અને કચ્છમાં 1-1 કોરોના વાઈરસના દર્દીઓ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા સુરતમાં 69 વર્ષના એક વૃદ્ધનું રવિવારે કોરોના વાઈરસના કારણે મૃત્યુ થયું હતું. ગુજરાતમાં કોરોના વાઈરસથી મૃત્યુનો આ પહેલા કેસ હતો. 

  • અમદાવાદ- 13, 
  • ગાંધીનગર-4, 
  • કચ્છ-1,
  • વડોદરા- 6,
  • રાજકોટ-1
  • સુરત-4

રાજ્યમાં જે રીતે કોરોના ના કેસો ની સંખ્યા વધી રહી છે તે જોતા આરોગ્ય વિભાગે બિનજરૂરી બહાર ન નીકળવા માટે અપીલ કરી છે. 

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)