રેકોર્ડ : વડોદરા ઇન્ટરનેશનલ મેરાથોનમાં ૧ લાખની ઉપર રજિસ્ટ્રેશન : ૧૦૧૨૧૨ આંકડો પહોચ્યો, ટીમ ખુશીથી ઝૂમી ઉઠી

મિ.રિપોર્ટર, ૪થી જાન્યુઆરી. 

દેશની બીજા ક્રમાંકની વિશાળ  વડોદરા ઈન્ટરનેશનલ મેરોથોનની ૮મી આવૃત્તિ માટે ચાલી રહેલા રજિસ્ટ્રેશનમાં આંકડો  ૧  લાખની ઉપર પર થઇ ગયો છે. અનોખો જ રેકોર્ડ નોંધાયો છે.  ૬ઠ્ઠી જાન્યુઆરીના રોજ યોજાનાર  વિશાળ મેરોથોનનું ઉદ્દઘાટન રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી કરશે. 

વડોદરા ઈન્ટરનેશનલ મેરોથોનની ૮મી આવૃત્તિના ફ્લેગ ઓફના સમયે ઓમાન દેશના જાણીતા ગાયક અને સંગીતકાર હેતમ મોહમ્મદ રફી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના લોકપ્રિય ભજન ” વૈષ્ણજન તો તેને કહીએ…ભજન ગાશે. તે જ રીતે પરંપરાગત આખ્યાન શૈલીમાં મધુરાષ્ટકમની સંગીતમય રજૂઆત મયંકભાઈ પંડ્યા કરશે. જેઓ માણભટ્ટ રજુ કરશે. આ ઉપરાંત ૨૫૦ જેટલા દિવ્યાંગ બાળકો સંગીતમય ડ્રમ સર્કલ રજુ કરશે. 

હજુ ગઈકાલ સુધી મેરોથોન માટે ૯૯૩૦૮ રજીસ્ટ્રેશન નોધાયા  હતા. જોકે એક દિવસ પૂર્વે જ ૭૦૦ રજીસ્ટ્રેશનનો આંકડો પર કરીને નવો જ રેકોર્ડ રચ્યો છે. જેમાં આ લખાય છે ત્યાં સુધીમાં વડોદરા ઇન્ટરનેશનલ મેરાથોન માટે  ૧ લાખની ઉપર એટલેકે  ૧૦૧૨૧૨ રજિસ્ટ્રેશનનો આંકડો પહોંચી ગયો છે. નવા રોકોર્ડ સાથે જ મેરોથોનની ટીમ પણ ખુશીથી ઝૂમી ઉઠી છે.