કોરોનાનો ખાતમો કરવાનો દાવો કરનારી કંપનીને કારણદર્શક નોટીસ, આયુષ મંત્રાલયની સુચના બાદ પગલું

www.mrreporter.in
Spread the love

રાજકોટ-મી.રિપોર્ટર, ૨૧મી એપ્રિલ

રાજકોટ સ્થિત દવા ઉત્પાદક કંપનીએ કોરોના ને માત આપવા માટે પોતે બનાવેલી આયુધ એડવાન્સ (AAYUDH Advance) એ રેમડેસિવીર (Remdisvir) ની સરખામણીએ ત્રણ ગણું બહેતર છે અને તેનો ઉપયોગ અસરકારક છે. કંપનીના દાવા બાદ આયુષ મંત્રાલય (Ministry of AYUSH) હરકતમાં આવીને સુચના આપતા ગુજરાતના ખાદ્ય અને દવા નિયંત્રણ પ્રશાસનના સંયુક્ત કમિશનરે (આયુર્વેદ) કંપનીને કારણદર્શક નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે.  એટલું જ નહિ પણ પોતાના ઉત્પાદન આયુધ એડવાન્સ (AAYUDH Advance) બાબતે ગેરમાર્ગે દોરનારા દાવા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

રાજકોટ સ્થિત દવા ઉત્પાદક કંપનીએ દ્વારા કરાયેલા દાવા સામે આયુષ મંત્રાલય (Ayush Ministry) ના દવા નીતિ વિભાગે ગુજરાતના આયુર્વેદ લાઇસન્સિંગ ઓથોરિટીને કંપની વિરુદ્ધ પગલાં લેવા માટે નિર્દેશો આપ્યા બાદ આયુષ મંત્રાલયના દવા નીતિ વિભાગના નાયબ સલાહકાર ડૉ. એસ.આર. ચિંતા દ્વારા 18 એપ્રિલના રોજ ઇશ્યુ કરવામાં આવેલા પત્રમાં ગુજરાતના આયુર્વેદિક દવાના લાઇસન્સિંગ ઓથોરિટીના સંયુક્ત કમિશનરને રાજકોટ સ્થિત મેસર્સ શુકલા આશર ઇમ્પેક્સ પ્રા. લિ. વિરુદ્ધ તાત્કાલિક ધોરણે અને સખત પગલાં લેવા માટે નિર્દેશો આપવામાં આવ્યા છે. આ પત્રમાં 5-6 કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે કંપની વિરુદ્ધ સખત પગલાં લેવાનું દર્શાવે છે.

આયુષ મંત્રાલય (Ayush Ministry) દ્વારા મોકલવામાં આવેલા આ પત્રમાં ટાંકવામાં આવ્યું છે કે, કંપની દ્વારા દવાના ફોર્મ્યુલેશન સંબંધિત કરવામાં આવેલા દાવાઓમાં ગંભીર ગેરવર્તન કરવામાં આવ્યું છે. આયુર્વેદના નિયમોને ટાંકતા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, દવાના ફોર્મ્યુલેશનમાં “EEBની કલમ 33નું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું જે કોઇ ચોક્કસ દવાને ‘ખોટું બ્રાન્ડિંગ કરેલી, ભેળસેળ યુક્ત અને બનાવટી’ દવાની શ્રેણીમાં મૂકે છે.”

આ પત્રમાં નિયમ 158-બીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જણાવ્યું છે કે, તેની શરતોને પરિપૂર્ણ કરવામાં આવી નથી. આ નિયમ 3(h) ફોર્મ્યુલેશન (બંધારણ)ના લાઇસન્સિંગ સંબંધિત બાબતો જુએ છે અને “આ ઘટકો પ્રથમ અનુસૂચિ હેઠળ ઉલ્લેખ કરવામાં આવેલા અધિકૃત પુસ્તકનો હિસ્સો જોવા જોઇએ” તે જરૂરી છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.