પ્રેમ નો દગો ન જીરવી શકનારી આકાંક્ષા હોસ્પિટલ ના ઓપરેશન રૂમ માં જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે…વાંચો..શું થયું ?

Spread the love

એપિસોડ -33

(હવે થી માત્ર દર ગુરુવારે )

લેખિકા : ભૂમિકા બારોટ 

(એપિસોડ -32: તમે પાછલાં અંકમાં વાચ્યું.. રૂમ નો દરવાજો તોડી ને અંદર ગયા પછી હર્ષ જોવે છે કે રૂમ માં ચારે બાજુ અંધારું જ છે કઈ જ જોઈ શકાતું નથી.લાઈટ ચાલુ કરતા રૂમ માં બધું જ વેર વિખેર જોવા મળે છે રૂમ ના T.V અને લેપટોપ તૂટેલા જોવા મળે છે. આકાંક્ષા ક્યાય દેખાતી નથી. રૂમ ના પંખા પર દુપટ્ટા વડે ફંદો લટકાવેલો હતો અને ફર્શ પર લોહી થી કઈક લખેલું હતું આ બધું જોઈ ને આકાંક્ષા ના પાપા મોટી ચીસ પાડી ઉઠે છે અને હર્ષ આકાંક્ષા ને જોવા માટે રૂમ ના બાથરૂમ પણ ચેક કરે છે છતાં એ મળતી નથી પછી લોહી ના નિશાન ને ફોલો કરતો હર્ષ એક ખૂણા સુધી જાય છે ત્યાં આકાંક્ષા ફસડાઈ ને પડી હતી.એના ડાબા હાથ ની નસ કપાયેલી હતી અને માથે મુંડન થયેલુ હતું.)

રૂમ માં એક ખૂણે આકાંક્ષા ના પાપા પોતાની વહાલસોયી દીકરી ને આ હાલત માં જોઈ ને તૂટી ગયા હતા એમને કઈ જ ભાન નહોતું અને બીજી બાજુ આ બધું જોઈ ને આકાંક્ષા ની મમ્મી બેભાન થઇ ને પડ્યા હતા. આ બધા વચે હર્ષ પોતાની લાગણીઓ પર કાબુ રાખી ને બેઠો હતો કારણ કે આ બધા માં એને જ બધું સાચવવાનું  હતું. હર્ષે પાણી છાંટી ને આકાંક્ષા ની મમ્મી ને ઉભી કરી હવે એ રડતા હતા,  ત્યાં જ થોડી વાર માં એમ્બુલન્સ આવી ગઈ અને આકાંક્ષા ને હોસ્પિટલ લઇ જવા માં આવી.

શહેર નું C.T હોસ્પિટલ  આકાંક્ષા ના દર્દ ની સીમા નિહારતું આજે એના દુઃખ નું સાક્ષી બન્યું હતું. જેવા આકાંક્ષા ને હોસ્પિટલ લઇ ગયા ફટાફટ હોસ્પિટલ નો સ્ટાફ આકાંક્ષા ને બચાવવા માં લાગી ગયો હતો. આકાંક્ષા ના પાપા એક દયનીય હાલત માં ઓપરેશન રૂમ ની બારીમાંથી પોતાની દીકરી ને જોઈ રહ્યા હતા. હજી પણ એમની આંખો તો ભીની જ હતી.આકાંક્ષા ની મમ્મી પોતાની દીકરી ની સલામતી માટે હોસ્પિટલ ના મંદિર માં જ બેસી રહી.

કલાક થઇ ગયો હતો છતાં કોઈ જ ડોક્ટર આકાંક્ષા ની હાલત વિષે કઈ જ કહેતા નહોતા.

“ હર્ષ ……” આકાંક્ષા ના પાપા એ બૂમ પાડી.

“ હા …કાકા ….” હર્ષ નજીક આવ્યો.

“ કાકા બોલો ને શું થયું ??? કઈ જોઈએ છે ????” હર્ષે આકાંક્ષા ના પાપા ને પૂછ્યું.

“ ના દીકરા પણ ઘણો વખત તી ગયો આ ડોક્ટર કાંઈ કહેતા કેમ નથી ??? હવે મને ડર લાગે છે .” આકાંક્ષા ના પાપા થોડા ડરેલા અવાજ માં બોલ્યા.

“ અરે ના કાકા ….કઈ નઈ થાય ….તમે ચિંતા ના કરો…. એ તો એ લોકો ની ટ્રીટમેન્ટ ચાલુ હશે એટલે વાર લાગી હશે…..” હર્ષે આકાંક્ષા ના પાપા ને સમજાવી તો દીધું પણ એ પોતે પણ અંદર થી ડરેલો હતો.કારણ કે આકાંક્ષા ને ખુબ ચાહતો હતો.

હર્ષ નાનપણ ની દોસ્તી માં ક્યારે આકાંક્ષા ને ચાહવા લાગ્યો હતો એ એને ખુદ ને જ ખબર નહોતી . યુવાની ના ઉંબરે ઉભેલી આકાંક્ષા હતી જ એટલી સોહામણી અને બુદ્ધિશાળી કે કોઈ પણ છોકરો પોતાની જાત ને આકાંક્ષા ના પ્રેમ માં પાડતા રોકી ના શકે અને એવું જ કઈ હર્ષ જોડે પણ બન્યું હતું.પરંતુ એ પોતાના પ્રેમ નો પ્રસ્તાવ મુકે એ પહેલા જ એને ખબર પડી કે આકાંક્ષા વિશ્વાસ ને પ્રેમ કરે છે.  હર્ષ માટે પોતાના પ્રેમ કરતા પણ આકાંક્ષા ની ખુશી નું વધારે મહત્વ હતું એટલે એને પોતાના પ્રેમની લાગણીને પ્રદર્શિત ના કરવાનું નક્કી કર્યું. પણ હર્ષ ને ક્યાં અંદાજો હતો કે વિશ્વાસ માટે નો બેહદ પ્રેમ આકાંક્ષા માટે એટલો ભયાનક સાબિત થશે ????? આજે પોતાના પ્રેમ નો દગો ન જીરવી શકનારી આકાંક્ષા હોસ્પિટલ ના ઓપરેશન રૂમ માં જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે……આ બધા વિચારો ના લીધે હર્ષ ની આંખ માંથી ક્યારનાય અટકેતા આંસુ ટપકવા લાગ્યા……એને નક્કી કર્યું કે એ હવે આકાંક્ષા સામે પોતાનો પ્રેમ ઈઝહાર કરે કે ના કરે પરંતુ આકાંક્ષા ને ક્યાય એકલી નહિ મુકે.

“ડોક્ટર…..” આકાંક્ષા ના પાપા નો અવાજ આવ્યો અને હર્ષ પોતાના વિચારો માંથી બહાર આવી ને પાછળ ફરી ને ડોક્ટર સાથે વાત કરે છે.

“ ડોક્ટર …..આકાંક્ષા ઠીક છે ને ???”

  • વાંચકો આપને આ સ્ટોરી કેવી લાગી ? આપ જો કોઈ કોમેન્ટ કરવા માંગતા હોય તો Leave a Reply માં જઈને કોમેન્ટ કરી શકશો. આ ઉપરાંત તમે અમારા whatsup no 7016252600 પર કોમેન્ટ કરીને જણાવી શકો છો.