મિ.રિપોર્ટર, વડોદરા, ૨૯મી ઓક્ટોબર.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે વડોદરા રેલવે સ્ટેશનનું રીડેવલોપમેન્ટ કરવામાં અાવશે. તેની નવી ડિઝાઈન તૈયાર કરવામાં અાવી છે અને અા ડિઝાઈનને મંજુરી મળી જતાં થોડા દિવસમાં સાંસદ દ્વારા અા પ્રોજેક્ટનું ખાતમુહુર્ત કરવામાં અાવશે. સ્ટેશન હેરીટેજની ઝાંખી વાળું હશે. તેમાં વડનગર તથા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ઐતિહાસીક ડોમની પ્રતિકૃતિ હશે.
દિવ્યાંગો ની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અવર-જવરની વ્યવસ્થા બનાવવામાં આવશે. રેલ્વે સ્ટેશન પર પ્રથમ વખત વ્હીલ ચેર તથા વોલંટીયર્સની સેવા આપવામાં આવશે. રેલ્વે સ્ટેશન પર ઇલેક્ટ્રીસીટી ની જરૂરીયાતોને પહોંચી વળવા માટે રીન્યુએબલ એનર્જી નો ઉપયોગ કરવામાં આવશે.
રેલ્વે સ્ટેશન પર રેઇન વોટર હાર્વેસ્ટીંગ કરવામાં આવશે,જેને પગલે પાણીની જરૂરીયાતને વરસાદના પાણીના સંગ્રહ કરીને ઉપયોગમાં લઇ શકાશે.
17.5 કરોડના ખર્ચે કઇ સુવિધાઓ વિકસાવાશે
– જનરલ વેઇટિંગ રૂમ 235.22 સ્કવેર/મીટર
– વી.આઇ.પી. લોન્જ 54.89 સ્કવેર/મીટર
– કોનકોર્સ હોલ 608.85 સ્કવેર/મીટર
– ફુટ ઓવર બ્રિજ 1,703.64 સ્કવેર/મીટર
– સરક્યુલેટિંગ એરિયા9,864.00 સ્કવેર/મીટર
– 4 વ્હીલર પાર્કિંગ 1,000 સ્કવેર/મીટર
– 2 વ્હીલર પાર્કિંગ400 સ્કવેર/મીટર
– પ્લેટફોર્મ ફ્લોરિંગ –
– ફુટ ઓવર બ્રિજ5,816 સ્કવેર/મીટર