RBI હવે રૂપિયા 200 અને 500 રૂપિયાની નવી નોટ બહાર પાડશે…વાંચો કેમ ?

નવી દિલ્હી, મિ.રિપોર્ટર, ૨૫મી એપ્રિલ

દેશમાં નોટબંધી બાદ  રિઝર્વ  બેંકે  રૂપિયા  200 અને 500 ની નવી નોટ બહાર પાડી હતી. જોકે  હવે એક વાર ફરી રિઝર્વ  બેંક 200 અને 500 રૂપિયાની નવી નોટ બહાર પાડવા જઈ રહી છે.

RBI ના સુત્રોના જણાવ્યા મુજબ, નવી નોટોમાં  થોડા ફેરફાર કરવામાં આવ્યા છે. આ નોટ મહાત્મા ગાંધી સીરીઝની હેઠળ લોન્ચ કરવામાં આવશે. નવી નોટમાં પણ મહાત્મા ગાંધીનો ફોટો હશે પણ તેમાં RBIના ગવર્નરના હસ્તાક્ષર બદલાઈ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં હાલમાં જે  200 અને 500 રૂપિયાની નોટ છે. તેમાં પૂર્વ RBI ગવર્નર ઉર્જિત પટેલના હસ્તાક્ષર છે.

જ્યારે હવે નવી નોટમાં હાલના ગવર્નર શક્તિકાંત દાસના હસ્તાક્ષર હશે. તે સિવાય નવી નોટની સાથે જુની નોટ પણ ચાલુ રહેશે.  નવી નોટને લઈને RBIએ એક ખાસ જાણકારી આપી છે. નવી નોટની ડિઝાઈનમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી પણ તેની ડિઝાઈન મહાત્મા ગાંધી સીરીઝમાં બહાર પાડેલી બધી જ નોટની જેમ હશે.