બેંકની સ્વતંત્રતા સહિત કેટલાક મુદ્દાને લઈને સરકાર સાથે ના વિવાદ વચ્ચે RBI ગવર્નર ઉર્જિત પટેલે આપી દીધું રાજીનામું

Spread the love

મિ.રિપોર્ટર, ૧૦મી ડીસેમ્બર. 

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નર ઉર્જિત પટેલે  કેન્દ્રીય બેંકની સ્વતંત્રતા સહિત કેટલાક મુદ્દાને લઈને સરકાર સાથે મતભેદના અહેવાલોને પગલે કેન્દ્ર સરકાર થી નારાજ થઈને  રાજીનામું આપી દીધું છે.  રાજીનામાં આપવા પાછલ તેમણે  વ્યક્તિગત કારણોને જવાબદાર ગણાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગવર્નરના રાજીનામા બાદ હવે ડેપ્યુટી ગવર્નર પણ પોતાનું પદ છોડી શકે છે.

Urjit R. Patel: On account of personal reasons, I have decided to step down from my current position (RBI Governor) effective immediately. It has been my privilege and honour to serve in the Reserve Bank of India in various capacities over the years. 

— ANI (@ANI) December 10, 2018

રાજીનામાં બાદ ઉર્જિત પટેલે કહ્યું છે કે, ‘વ્યક્તિગત કારણોને કારણે મેં હાલનું પદ તાત્કાલિક પ્રભાવથી છોડવાનો નિર્ણય કર્યો છે. વર્ષો સુધી રિઝર્વ બેંકમાં અલગ-અલગ જવાબદારીઓની સાથે રિઝર્વ બેંકમાં સેવાની તક મળવી, એ મારા માટે સન્માનની વાત છે.’ આરબીઆઈ સ્ટાફ, ઓફિસર્સ અને મેનેજમેન્ટના સમર્થન અને સખત મહેનતથી બેંકે તાજેતરના વર્ષોમાં ઘણી ઉપલબ્ધિઓ મેળવી છે.  ઉલ્લેખનીય છે કે, ઉર્જિત પટલેનો કાર્યકાળ સપ્ટેમ્બર 2019માં પૂરો થવાનો હતો.

Urjit Patel: Support & hard work of RBI staff, officers & management has been proximate driver of Bank’s considerable accomplishments in recent years. I take this opportunity to express gratitude to my colleagues&Directors of RBI Central Board & wish them all the best for future

— ANI (@ANI) December 10, 2018