દુર્લભ બાળક : અમદાવાદમાં જન્મેલું બાળક ગર્ભમાં નહીં, આંતરડા પર વિકસિત થયું…વાંચો આખો ન્યુઝ !

www.mrreporter.in

હેલ્થ-અમદાવાદ, મી.રિપોર્ટર, 22મી ઓક્ટોબર. 

વિશ્વમાં મેડિકલ અને વિજ્ઞાન માટે અનેક પડકારજનક અને આશ્ચર્યજનક કિસ્સાઓ બનતા હોય છે. આવા કેસો હજારો વર્ષમાં એકવાર જ બનતો હોય છે. અમદાવાદમાં પણ આવો જ એક કિસ્સો ધ્યાનમાં આવ્યો છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

સામાન્ય સંજોગોમાં સ્ત્રીબીજ અને શુક્રાણુ બંને અંડવાહિની (ફેલોપિયન) ટ્યૂબમાં ભેગાં મળી ગર્ભ બનાવે છે. એ ગર્ભ 2 થી 5 દિવસે ગર્ભાશય સુધી પહોંચે છે અને ત્યાર બાદ ગર્ભાશયમાં 9 મહિના સુધી તબક્કાવાર બાળકનો વિકાસ થાય છે, જ્યારે આ દુર્લભ કિસ્સામાં બાળકનો વિકાસ ગર્ભાશયમાં થવાને બદલે માતાના પેટના મોટા આંતરડા ઉપર થયો હતો. આવો અનોખો કિસ્સો લાખોમાં એક જોવા મળતો હોય છે. 

પ્રાપ્ત વિગતો મુજબ, ખેડા જિલ્લામાં રહેતા 30 વર્ષીય શ્વેતાબેનના ઘરે દુર્લભ બાળકનો જન્મ થયો છે. સાડાસાત મહિના સુધી આ બાળકનો વિકાસ મોટા આંતરડામાંથી પોષણ મેળવીને થયો છે. સંપૂર્ણ પ્લાસેન્ટા (મેલી-ઓળ) પેટમાં, ગર્ભાશયની બહાર આવેલી હતી અને બાળક પણ ગર્ભાશયની બહાર વિકસિત થયેલું હતું.

આ અંગે ડૉ. તેજસ દવેએ કહ્યું હતું કે સામાન્ય સંજોગોમાં પ્લાસેન્ટા અને બાળક ગર્ભાશયની અંદર હોય છે, જ્યારે આ કિસ્સામાં પ્લાસેન્ટા અને બાળક બંને ગર્ભાશયની બહાર મોટા આંતરડા સાથે જોડાયેલાં હતાં. મેડિકલ સાયન્સ મુજબ આવી સ્થિતિ બાળક અને માતા બંને માટે જોખમરૂપ હોય છે. આવી સ્થિતિમાં બાળકનો જન્મ થવો રેર છે. એબ્ડોમિનલ પ્રેગ્નન્સીનો માતા મૃત્યુદર 40 ટકા છે તેમજ નવજાતનો મૃત્યુદર 70 ટકા છે. ખૂબ રેર કિસ્સામાં ડિલિવરી બાદ બાળક સ્વસ્થ અને જીવિત રહે છે.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

 

Leave a Reply