રાફેલ ડીલ મામલો તેજ બન્યો, હવે લોકસભાની ચૂંટણી અગાઉ જ પોસ્ટર વોર, ” ગલી ગલી શોર હૈ, જીજા સાલા ?… “

Spread the love

મિ.રિપોર્ટર, ૧૦મી ફેબ્રુઆરી 

લોકસભાની ચુંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ રાફેલ ડીલ મામલો ગરમ બની રહ્યો છે. કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી આ મુદે નરેન્દ્ર મોદીને ઘેરીને આગામી લોકસભાની ચુંટણી જીતવા માંગે છે. માત્ર કોંગ્રેસ જ નહિ પણ હવે તો તમામ વિપક્ષ પણ ભાજપ અને કેન્દ્રની મોદી સરકારને નિશાનો બનાવી રહી છે. તો બીજીબાજુ પર ભાજપ પણ પોતાના  વિરોધીઓને જડબાતોડ જવાબ આપી રહ્યું છે. જેમાં દિલ્હીના ભાજપ નેતા સરદાર આરપી સિંહે પોસ્ટરની મદદથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રા પર નિશાન સાધ્યું છે.

ભાજપ નેતાએ પોસ્ટર પર લખ્યું છે કે, ગલી ગલી શોર હૈ, જીજા સાલા ચોર હૈ. આ પ્રકારનું એક પોસ્ટર ભાજપની રાષ્ટ્રીય ઓફિસની બહાર લગાવવામાં આવ્યું છે. આરપી સિંહે કહ્યું કે, રાફેલ કહીને રાહુલ ગાંધી જાતે જ ફેલ થઈ ગયા છે. કારણ કે, તેમની પાસે કોઈ જ પુરાવા નથી. તેઓ વડાપ્રધાન મોદી પર પાયા વગરનો આરોપ લગાવી રહ્યા છે.