બોલીવુડ-મિ.રિપોર્ટર, ૨૧મી ફેબ્રુઆરી.
બોલીવુડ હોટ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ લગ્ન બાદ કોઈને કોઈ ઇવેન્ટમાં એક સાથે જોવા મળી રહ્યા છે. તાજેતરમાં જ બંને જણા ફેમિના બ્યુટી એવોર્ડ માં એક સાથે જોવા મળ્યા હતા. બંને જણા પોતાના લગ્નજીવન અંગે દિલ ખોલીને મિત્રો અને મીડિયા સાથે વાતો શેર કરે છે. હાલમાંજ દીપિકાએ મીડિયા સમક્ષ રણવીર સિંહના કેટલાક બેડરૂમ સિક્રેટ શેર કર્યા હતા. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
દીપિકા પાદુકોણને રણવીર સિંહની બ્યુટી સિક્રેટ અંગે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, આ પ્રશ્ન ના જવાબમાં દીપિકાએ કહ્યું હતું કે, રણવીર સિંહ શાવર લેવામાં ખૂબ જ સમય લગાવે છે. એટલું જ નહીં ટોઇલેટ માં પણ લાંબો સમય સુધી બેસી રહે છે. આટલેથી ન અટકતા દીપિકાએ જણાવ્યું હતું કે, રણવીર સિંહ તૈયાર થવામાં પણ ખૂબ જ સમય લગાવે છે. તેણે વધુમાં ઉમેયું હતું કે, તે બેડ માં પણ ખૂબ જ સમય લગાવે છે. દીપિકાના આ જવાબ પર હાજર મીડિયા અને શ્રોતાઓ જોરથી હસી પડ્યા હતા.
મીડિયાને લોકોને હસતા જોઈ દીપિકાએ પોતાના વાક્યને સુધારતા હતું કે, મારો આશય એ હતો કે રણવીર સિંહ સુવા આવવા માટે પણ ઘણું મોડું કરે છે. દીપિકા એ એવોર્ડ ફંક્શનમાં રણવીર સિંહ ના કપડા અંગે વાત કરતા જણાવ્યું હતું કે, જ્યારે પણ રણવીર પોતાના કપડા સિલેક્ટ કરે છે તે પહેલા મને જરૂર બતાવે છે. હું એપ્રુવ કરું તે પછી જ તે કપડાં પહેરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ એવોર્ડ ફંક્શનમાં દીપિકાએ બ્લેક ડીપ ક્લીવેજ ગાઉન પહેર્યું હતું. જ્યારે રણવીરે કલરફૂલ સૂટ પહેર્યો હતો. આ એવોર્ડ ફંક્શનમાં દીપિકાને ફેમિના વુમન ઓફ ધી ઈયર નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.