LIC એજન્ટથી કારકિર્દી શરુ કરનારા રંજનબેન ભટ્ટની વડોદરાના સાંસદ સુધીની સફર વિવાદોથી દુર રહી, જુઓ…કેવી રીતે ?

Spread the love

વડોદરા-મિ.રિપોર્ટર, ૨૬મી માર્ચ. 

વડોદરા લોકસભાની  વર્ષ 2014માં યોજાયેલી ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાલી કરેલી બેઠક પર યોજયેલી  પેટાચૂંટણીમાં વડોદરાના તત્કાલિન ડેપ્યુટી મેયર રંજનબેન ભટ્ટને ભાજપે વડોદરા લોકસભા બેઠકની ટિકીટ આપી હતી અને રંજનબેન ૩ લાખ વોટથી ચૂંટણી જીતી ગયા હતા. લોકસભામાં સાંસદ સુધી પહોંચવા માટે રંજનબેન ભટ્ટની કારકિર્દી પણ ઘણી જ રસપ્રદ રહી છે.  રંજનબેન ભટ્ટ ભાજપમાં જોડાયા તે સમયે એટલેકે ૧૯૯૫માં તેઓ LIC એજન્ટ  તરીકે કામ કરતાં હતા. 

LIC એજન્ટની કારકિર્દીની સાથે રંજનબેન ભટ્ટ ભાજપને વફાદાર રહ્યા છે. તેઓ કોઈપણ વિવાદમાં ફસાયા નથી.  તેમની બિન વિવાદિત કારકિર્દીને ધ્યાને લઈને ભાજપે તેમને સૌ પ્રથમ વાર ૧૯૯૫ મહિલા મોરચો વોર્ડ મહામંત્રી બનાવ્યા હતા. ત્યાં પણ તેમની સર્વશ્રેષ્ઠ કામગીરી જોઇને ૨૦૦૦મ તેમને મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે બનાવાયા હતા. આ પછી રંજનબેને પાછુ વાળીને જોયું નથી. તેઓ સતત પાર્ટી માટે કામ કરતા રહ્યા છે.  નો રિપીટ થીયરીમાં પક્ષે ટીકીટ ના આપી તો પણ ચૂપચાપ કામ કર્યું હતું.  પક્ષે તેમને શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ તરીકે 5 વર્ષ જવાબદારી આપી હતી. ત્યારબાદ તેઓએ ડેપ્યુટી મેયર તરીકે પણ સારી કામગીરી કરી હતી. આ તમામ જવાબદારી સોંપવા છતાં તેઓ હંમેશા વિવાદોથી હંમેશા દૂર રહ્યા છે. વર્ષ-2014 લોકસભાની પેટાચૂંટણીમાં ભાજપે નવા જ ચહેરાને આગળ ધર્યો હતો. જેમાં તે સમયના વડોદરાના ડેપ્યુટી મેયર રંજનબેન ભટ્ટનું નસીબ રાતોરાત ચમકી ગયુ હતુ. અને તેઓ વડોદરાના સાંસદ બન્યા હતા.  હવે ભાજપે તેમની વિવાદ વગરની કારકિર્દીને ધ્યાનમાં રાખીને જ પુન :  2019ની લોકસભાની ચૂંટણી ભાજપે ફરીથી રંજનબેન ભટ્ટને વડોદરા બેઠક પર ટિકીટ આપી છે

 

રંજનબેનની રાજકીય કારકિર્દી

  • મહિલા મોરચો વોર્ડ મહામંત્રી                                                  :  ૧૯૯૫
  • ભાજપ વોર્ડ ઉપપ્રમુખ                                                              : ૧૯૯૮
  • કાઉન્સિલર તરીકે                                                                       : ૨૦૦૦ થી ૨૦૦૫
  • ન.પ્રા.શિ.સમિતિનાં ઉપાધ્યક્ષ                                                : ૨૦૦૫ થી ૨૦૧૦
  • કાઉન્સિલર તરીકે બીજી ચૂંટણી                                              : ૨૦૧૦
  • ડે. મેયર                                                                                          : ૨૦૧૪
  • વડોદરાના સાંસદ                                                                        : ૨૦૧૪
  • વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદે યથાવત                              : ૨૦૧૭