વડોદરા, ૫મી નવેમ્બર. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ધ્યાનમાં લઇ રેલવે તંત્ર વડોદરા રેલવે સ્ટેશનને રૂપિયા 17.50 કરોડના ખર્ચે કાયાપલટ કરવા જઇ રહ્યું છે.  જેમાં આજે ધનતેરશના દિવસે વડોદરાના સાંસદ દ્વારા રેલવે સ્ટેશનના નવીનીકરણ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જોકે રેલવે સ્ટેશનની બહાર આકર્ષક ગેટ, ગાર્ડન, કલા પ્રદર્શન, સેલ્ફી પોઇન્ટ અને પાર્કિંગ જેવી અનેકવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં બુલેટ ટ્રેન વડોદરાથી પણ પસાર થનાર છે. ત્યારે વડોદરાના રેલવે સ્ટેશનને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવાના પ્રોજેક્ટનું ભૂમિપૂજન આજે ધનતેરસના દિવસે સાંસદ રંજનબહેન ભટ્ટે અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રૂપિયા 17.50 કરોડના ખર્ચે નવા બનનારા રેલવે સ્ટેશનમાં રેલવેના આગળના ભાગનું નવિનીકરણ, મુસાફરોની હલનચલન માટે પ્રવેશ દ્વારથી એકત્રીકરણ વિસ્તાર અને નામાંકિત પાર્કિંગ સ્થળ સુધીનો કવર કરેલ માર્ગ, એન્ટ્રી અને એક્ઝીટ ગેટનું શુશોભન, યાત્રીઓને માહિતી મેળવવામાટે માહિતી ગેલેરીનો વિકાસ, દિવ્યાંગ મુસાફરો માટે અનુકુળ સુવિધાઓ, ફલોરીંગ,સુશોભીત છત,  વેટીંગરૂમનું નવિનીકરણ, મહિલાઓ માટે અલાયદો વેટીંગ રૂમ તેમજ બેબી રૂમ, વડોદરાની જાણીતી કલાનું પ્રદર્શન જેવી અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.

This slideshow requires JavaScript.

 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: