રણબીર કપૂરે પિતા અને બોલીવુડના રોમેન્ટિક હીરો ઋષિ કપૂરને સ્મશાનમાં અંતિમ વિદાય આપી..જુઓ વિડીયો..

www.mrreporter.in
Spread the love
બોલીવુડ- મિ.રિપોર્ટર, ૩૦મી એપ્રિલ. 
 
બોલીવુડના રોમેન્ટિક હીરો તરીકે જાણીતા ઋષિ કપૂર છેલ્લા બે વર્ષ થી લ્યૂકેમિયા નામની કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા હતા. ગઈકાલે તેમની તબિયત બગડતા તેમને રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

This slideshow requires JavaScript.

જ્યાં આજે સવારે તેમનું નિધન થયું હતું. તેમની અંતિમયાત્રામાં ઋષિ કપૂરના પત્ની નીતુ કપૂર, અભિનેતા પુત્ર રણબીર કપૂર, કરીના કપૂર ખાન, સૈફઅલી ખાન, અભિષેક બચ્ચન, અયાન મુખર્જી, અલીયા ભટ્ટ, રીમા જૈન, રણધીર કપૂર સહિત 24 જણા ને જ મહારાષ્ટ્ર સરકારે હાજર રહેવાની પરવાનગી આપી હતી. રણબીર કપૂરે પિતા અને બોલીવુડના રોમેન્ટિક હીરો ઋષિ કપૂરને સ્મશાનમાં અંતિમ વિદાય આપી હતી. જુઓ વિડીયો…