રાજકોટ : ભાજપ IT સેલના ઇન્ચાર્જને ન્યૂડ વીડિયો કોલ કરી યુવતીએ 5 લાખ માગ્યા…તમે પણ ચેતજો..

Spread the love

સાઈબર ક્રાઈમ-રાજકોટ, મી.રિપોર્ટર, ૨૬મી ઓગસ્ટ.

સોશિયલ મીડિયા નો વ્યાપ વધવાની સાથે તેના દુષણો પણ સામે આવી રહ્યા છે. સાઈબર ચાચીયાઓ કે ફ્રોડ કરનારા લોકો હવે સોશિયલ પ્લેટફોર્મ પર લોકોને ચારિત્ર્ય હીન બતાવીને લાખો રૂપિયા પડાવવાના ખેલ કરી રહ્યા છે.ખાસ કરી ને Whatsapp પર વિડીયો કોલ કરીને યુવતી કપડાં ઉતારીને તે વિડીયો બનાવીને ફોન ઉપાડનાર વ્યક્તિને સમાજમાં બદનામ કરીને લાખો રૂપિયા ખંખેરવાની પ્રવૃતિઓ સતત વધી રહી છે. આવો એ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

રાજકોટમાં ભાજપના યુવા આગેવાનને રાત્રે વીડિયોકોલ આવ્યો હતો, તે સાથે જ યુવતી કપડાં ઉતારવા લાગી હતી, આગેવાને વીડિયો કટ કર્યાની થોડી જ ક્ષણોમાં તેમને મેસેજ આવ્યો હતો અને રૂ.5 લાખની માંગણી કરીને સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપી હતી.  સમગ્ર ઘટના અંગે સાઈબર સેલે ફરિયાદ નોધી ને તપાસ શરૂ કરી હતી.

www.mrreporter.in

શહેર ભાજપ આઇટી સેલના ઇન્ચાર્જ મનોજ ગરૈયા મંગળવારે રાત્રે 1.45 વાગ્યે પોતાના ઘરે સૂતા હતા. તે વખતે તેમના મોબાઇલ પર વોટ્સએપ કોલ આવ્યો હતો. તેમણે જેવો ફોન રિસીવ કરતાં જ વીડિયો કોલમાં દેખાતી એક યુવતીએ પોતાના કપડાં ઉતારવાનું શરૂ કર્યું હતું, મનોજ ગરૈયા કંઇ સમજે તે પહેલા તો યુવતીએ તમામ વસ્ત્રો ઉતારી દીધા હતા. માત્ર 30 સેકન્ડ વીડિયો કોલ ચાલ્યો હતો, અચાનક બનેલી ઘટના નો તાગ મેળવણી ને ભાજપના નેતાએ ફોન કટ કરી નાખ્યો હતો.

જોકે ફોન કાપ્યાના થોડા જ સમયમાં તેમના મોબાઈલ પર  મેસેજ આવ્યો હતો. જ્યાં  મેસેજ કરનારે પૂછ્યું હતું કે, ‘મજા આવી’, આ સાંભળી ને નેતાએ જ  મેસેજથી ધમકાવવાનું શરૂ કર્યું હતું, જોકે સાયબર માફિયાએ યુવતીનો ન્યૂડ વીડિયો અને તેમાં ચેડાં કરી યુવા નેતા પણ એવી સ્થિતિમાં હોય તેવો વીડિયો મનોજ ગરૈયાને મોકલી રૂ.5 લાખ પેટીએમ અથવા ગૂગલપેથી ચૂકવવા કહ્યું હતું.

બ્લેકમેઇલરે મનોજ ગરૈયાના સોશિયલ મીડિયાના મિત્રોનું લિસ્ટ પણ મોકલ્યું હતું અને તે તમામ મિત્રોને ન્યૂડ વીડિયો મોકલી બદનામ કરવાની ચીમકી આપી હતી, જોકે બુધવારે બપોરે તેમને તેમના સોશીયલ મીડિયા ગ્રૂપના કેટલાક મિત્રોના ફોન આવ્યા હતા અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ન્યૂડ વીડિયો આવ્યાની જાણ કરી હતી. આ અંગે સાયબર ક્રાઇમમાં જાણ કરવામાં આવી છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. 

%d bloggers like this: