રાજકોટની ઘટના : પુત્રને જન્મ આપ્યા બાદ બીજા જ દિવસે માતાનું કોરોનાથી મૃત્યુ, પતિ પણ પોઝિટિવ

www.mrreporter.in
Spread the love

રાજકોટ- મી.રિપોર્ટર, 25મી જુલાઈ. 

રાજ્યભરમાં કોરોનાનો કહેર ચાલુ છે. દિવસે ને દિવસે કેસ વિવિધ શહેરમાં વધી રહ્યા છે. રાજકોટમાં તાજેતરમાં જ એક હૃદય દ્રાવક  ઘટના બની. જ્યાં એક માતાનું પુત્રના જન્મ આપ્યાના બીજા જ દિવસે માતાનું કોરોનાથી મૃત્યુ થયું હતું, જયારે પતિને કોરોના પોઝિટિવ છે. અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો :

https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટના અંકિતાબેનની ગુરુવારે ડિલિવરી કરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે પુત્રને જન્મ આપીને બીજા દિવસે અંકિતાબેનનું મોત નીપજ્યું હતું. ત્યારે તેમના પતિ પાર્થભાઈને પણ PPE કીટ પહેરાવીને અંકિતાબેનને મળવા માટે લઈ જવાયા હતા. પાર્થભાઈ અંતિમ વખત પત્નીને મળી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. અંકિતાબેનન પતિ પાર્થભાઈ પણ કોરોના પોઝિટિવ છે અને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

 


તો બીજુબાજુ  પુત્રીના મોતના સમાચાર સાંભળીને પિતા જયેશભાઈ છેલ્લીવાર જોવા માટે હોસ્પિટલ દોડી આવ્યા હતા અને કોરોના પોઝિટિવ હોવા છતાં દીકરીને જોવાની જીદ કરી હતી. છેલ્લે પિતાને PPE કીટ પહેરાવીને કોરોના વોર્ડમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં તેઓ મૃત દીકરીને જોઈને ધ્રુસકે-ધ્રુસકે રડી ગયા હતા. આ દરમિયાન કોરોના વોર્ડમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. દીકરીને જોયા બાદ ડૉક્ટરોએ તેમને હોમ ક્વોરેન્ટાઈન થવાની સલાહ આપી હતી.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.