વડોદરા શહેરમાં વરસાદ ની તોફાની બેટિંગ એ મચાવેલી તબાહીના દ્રશ્યો…જુઓ વિડિયો.

Spread the love

વડોદરા- મી.રિપોર્ટર, 31મી જુલાઈ

શહેરમાં છેલ્લા 24 કલાક થી ધીમે ધીમે વરસી રહેલા મેઘરાજાએ અચાનક જ ધોધમાર બેટિંગ શરૂ કરતાં જ માત્ર ત્રણ કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે વડોદરા વિવિધ વિસ્તારોમાં ઘૂંટણ સમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે પાણી ને વરસાદને પગલે મોટાભાગના નીચાણ વાળા વિસ્તારમાં લાઈટો ગુલ થઇ ગઇ હતી.

તો બીજીબાજુ ભારે વરસાદ પગલે 50થી વધુ સોસાયટી પાણીમાં ગરક થઈ ગઈ છે અને રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે. જ્યારે 15 વૃક્ષો ધરાશાયી થયા હતા અને લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી…વડોદરામાં વરસાદે મચાવેલી તબાહીના દ્રશ્યો જોવા માટે જુઓ….વિડિયો…..