મુંબઈના ડ્રેગન ફ્લાય ક્લબમાં પાર્ટી પર દરોડા, સુરશે રૈના, બાદશાહ, ગુરુ રંધાવા, સુઝેન ખાન સામે કોરોનાની ગાઈડલાઈન્સનો ભંગ નો કેસ

www.mrreporter.in
Spread the love

મુંબઈ- મી.રિપોર્ટર, 22મી  ડિસેમ્બર. 

મુંબઈના ડ્રેગન ફ્લાય ક્લબમાં પોલીસે દરોડા કર્યા હતા. આ ક્લબમાં મોડી રાત્રે 3 કલાકે પાર્ટી થતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા કર્યા હતા. આ દરોડામાં 30થી વધુ લોકો પાર્ટી કરતાં ઝડપાયા હતા. આ તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

પ્રાપ્ત વિગતો મુજબ, મોડી રાત્રે નિયમનો ભંગ કરી અને પાર્ટી કરતાં 34 વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પાર્ટી કરનાર 34 લોકોમાં જાણીતા પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈના, સિંગર બાદશાહ, ગુરુ રંધાવા, ઋત્વિક રોશનની પત્ની સહિતના ખ્યાતનામ લોકો પણ હતા.

આ તમામ લોકો કોરોનાની ગાઈડલાઈન્સનો ભંગ કરી પાર્ટી કરી રહ્યા હતા. આ મામલે પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈના સહિત સેલેબ્રીટી વિરુદ્ધ મુંબઈમાં કેસ નોંધાયો છે. સુરેશ રૈના વિરુદ્ધ કલમ 188 હેઠળ કેસ નોંધાયો છે.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.