વડોદરા, મિ.રિપોર્ટર, ૯મી ફેબ્રુઆરી

રાફેલના મુદ્દે સતત ખોટી અને જૂઠી વાતો કરીને  કોંગ્રસ અધ્યક્ષ રાહુલ ગાંધી  હવે રાફેલિયા થઈ ગયો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સરકારની વિરુદ્ધ વિવિધ આરોપો લગાવવામાં કોંગ્રેસના આંતરિક મતભેદ સામે આવ્યા છે. રાહુલ ગાંધીએ જે  આરોપ લગાડી રહ્યા છે તેમા પણ કોંગેસ ના નેતાઓમાં મતભેદ છે એમ વડોદરામાં આગામી લોકસભા 2019ની ચૂંટણીને ધ્યાને રાખી દેશની જનતાના મન ની વાત જાણવા માટે આવેલા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. 

દેશની જનતા દ્વારા જે સૂચનો આપવામાં આવ્યા છે તે સૂચનાના આધારે જ ભારતીય જનતા પાર્ટી પોતાનો મેનોફેસ્ટો બનાવશે એમ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહે  જણાવતાં ઉમેર્યું હતું કે, કોંગ્રેસ દ્વારા સરકાર બનાવવા માટે ખેડૂતોના દેવાની માફી ની વાતો કરી હતી જે આજે બોગસ સાબિત થઈ રહી છે બે દિવસમાં કર્જ માફીની વાતો કરનારાઓએ બે મહિના થઈ ગયા પછી પણ દેવું માફ કર્યું નથી. 

આગામી લોકસભા 2019ની ચૂંટણીને ધ્યાને રાખી દેશની જનતાના મન ની વાત જાણવા માટે આજે વડોદરાના મકરપુરા વિસ્તારમાં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહની ઉપસ્થિતિમાં શહેરનાં પૂર્વ ક્રિકેટર,મહિલા ઉદ્યોગપતિ અને ઉધોગ સંગઠન ના હોદ્દેદારે ચૂંટણી ના મેનોફેસ્ટો માટે સૂચન આપ્યા હતા. જેમાં પૂર્વ ક્રિકેટર કિરણ મોરેએ ભાજપાના સૂચિત મેનોફેસ્ટો માટે સૂચન આપ્યું હતું અને જણાવ્યું હતું કે દેશની અંદર રમતવીરો માટે વિશેષ આયોજન થવું જોઈએ અને સ્ટેડિયમ બનવા જોઈએ અને ખાસ કરીને યુવાઓને આકર્ષણ થાય તે માટેના પ્રયાસો કરવા જોઈએ.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: