ચોખ્ખું પાણી આપો, નહિ તો કોઈ ને પણ વોટ નહિ, વડોદરા ના પૂર્વ વિસ્તારમાં દૂષિત પાણીથી કોરોના મહામારીમાં રોગચાળાનો ભય

www.mrreporter.in

વડોદરા – મી.રિપોર્ટર, 25મી સપ્ટેમ્બર. 

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વર્ષોથી પાણી દૂષિત આવવું અને ઓછા HB પ્રેશરથી આવવાની  સમસ્યા ઉદ્ભવેલી છે તેવામાં આજવા રોડ પર છેલ્લા બે મહિનાથી ડ્રેનેજ મિશ્રિત દૂષિત પાણી નો ઉપયોગ કરતા રામદેવ નગરના રહીશોને રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

વડોદરા શહેર પૂર્વ વિસ્તાર આજવા રોડ કમલા નગર તળાવ પાસેના રામદેવ નગર 2 માં છેલ્લા બે મહિના થી દુષિત પાણી ની સમસ્યા છે વારંવાર સ્થાનિક વોર્ડ કચેરી ખાતે રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ હજુ સુધી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી સ્થાનિક રહીશોના પીવાના પાણીના નળમાં ગટર મિશ્રિત કાળુ અને પીળાશ પડતું પાણી આવી રહ્યું છે સ્થાનિક રહીશો આ  પાણીનો ઉપયોગ કરતા હોવાથી લોકોને રોગચાળામાં સપડાવવાનો નો ભય સતાવી રહ્યો છે.

શહેરીજનો પાસે વેરાની વસૂલાતમાં હંમેશા અગ્રેસર રહેતું વડોદરા સેવાસદન લોકોને  ચોખ્ખા પાણીની સુવિધા પણ આપે તેવી સ્થાનિક રહીશોની માંગ છે. દરમિયાન શિવસેનાના અગ્રણી તેજસ બ્રહ્મભટ્ટ જણાવ્યું હતું કે જો ટૂંક સમયમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે નિંદ્રાધીન તંત્રને જગાડવાનો પ્રયાસ કરાશે. 

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply